Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

પામોલીન અને વૈશ્વિક બજારમાં તેલના ભાવ ઘટતા ખાદ્યતેલના ડબ્‍બે રૂપિયા 20 થી 40નો ઘટાડો

ઇન્‍ડોનેશિયામાં પામોલીન તેલની નવી સીઝન શરૂ થતા સ્‍થાનિક તેલના ભાવ ઘટતા સિંગતેલનો ડબ્‍બો 2725 રૂપિયામાં મળશે

રાજકોટઃ ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો છે. આ માટે સ્‍થાનિક અને આંતરરાષ્‍ટ્રીય કારણો જવાબદાર છે. હાલ સીંગતેલ, કપાસીયા સહિતના તેલમાં ડબ્‍બે 20 થી 40 રૂપિયા ઘટયા છે. 8 ટકા ઘટાડાથી મલેશિયા એક્‍સચેન્‍જ પર તેલના ભાવમાં ઘટાડો થયો છે. પામોલીન અને વૈશ્વિક બજારમાં પણ તેલના ભાવમાં ઘટાડો થયો છે.

તેલના ભાવમાં સતત વધઘટ ચાલતી રહે છે. ચોમાસી મોસમ આવી છે ત્યારે ખાદ્યતેલના ભાવમાં ફરી ભાવ ઘટાડો થયો છે. સીંગતેલ, કપાસિયા તેલ સહિતના મુખ્ય તલોમાં 20 થી લઈ અને 40 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. તો પામોલિન તેલના ભાવ ઘટવાને કારણે મુખ્ય તેલના ભાવોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે હવે ચોમાસામાં તમે મન ભરીને ભજીયા ખાઈ શકશો.

હજી પાંચ દિવસ પહેલા 30 જૂનના રોજ તેલના ભાવમાં ભડકો થયો હતો. પરંતુ તેલના ભાવ એકાએક ઘટી ગયા છે. તેલના ભાવ ઘટાડા માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કારણો જવાબદાર છે. જેનુ કારણ પામોલિન તેલના ઘટેલા ભાવ છે. હાલમા ઈન્ડોનેશિયામાં પામોલિન તેલની નવી સીઝન શરૂ થઈ છે. તેથી તેલની આવક વધતા તેલના ભાવ પણ ઘટ્યા છે. લગભગ 8 ટકાના ઘટાડાથી મલેશિયા એક્સચેન્જ પર તેલના ભાવમાં મોટો ઘટાડો થયો છે. વૈશ્વિક બજારમાં પણ તેલના ભાવમાં ઘટાડો થયો છે. આ ઘટાડાની અસર અન્ય તેલના ભાવ પર પડી છે.

સ્થાનિક તેલના ભાવ પર સરકારે પહેલેથી જ અંકુશ મૂક્યા છે. ત્યારે આયાતી તેલના ભાવમાં એક મહિનામાં ઘટાડો થયો છે. ઘટાડા બાદ પણ સિંગતેલનો ડબ્બો 2725 રૂપિયા રહ્યો છે.

(5:37 pm IST)