Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

છેલ્લા એક માસમાં ૪ હજાર નાગરીકોએ મહાત્‍મા ગાંધી મ્‍યુઝીયમની લીધી મુલાકાત

ઓડીશા હાઇકોર્ટના ચીફ જસ્‍ટીસ, હાઉસીંગ એન્‍ડ અર્બન એફર્સના જોઇન્‍ટ સેક્રેટરી, આઇએસસીએસ, એમએચએના એડી. સેક્રેટરી તથા ૬ વિદેશી મુલાકાતીઓએ મ્‍યુઝીયમ નિહાળી પ્રભાવીત થયા

રાજકોટ, તા., પઃ શહેરના વોર્ડ નં. ૭માં  આવેલ આલ્‍ફ્રેડ હાઇસ્‍કુલમાં મનપા દ્વારા બનાવવામાં આવેલ મહાત્‍મા ગાંધી મ્‍યુઝીયમમાં જુન માસમાં ઓડીશા હાઇકોર્ટના ચીફ જસ્‍ટીસ ૬ વિદેશી મુલાકાતીઓ સહીત કુલ ૩૮૬ર મુલાકાતીઓએ મહાત્‍મા ગાંધી મ્‍યુઝીયમની મુલાકાત લીધી.

જુન ર૦રરમાં ૩૮૬૨ મુલાકાતીઓએ મહાત્‍મા ગાંધી મ્‍યુઝીયમની મુલાકાત લઇ મહાત્‍મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્‍ધાંતોની માહીતી મેળવેલ છે. જેમાં વિવિધ ૧૦ સ્‍કુલના ૧૦૩૭ બાળકોએ પણ મ્‍યુઝીયમની મુાલકાત લીધેલ છે.

વિશેષમાં એપ્રિલ ર૦૧૮માં મહાત્‍મા ગાંધી મ્‍યુઝીયમ ખુલ્લુ મુકવામાં આવ્‍યું ત્‍યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ ર,૦૯,૫૧૬ મુલાકાતીઓએ મ્‍યુઝીયમની મુલાકાત લીધેલ છે.

ઉપરાંત જુન ર૦રરના માસમાં જસવંતસિંઘ ચીફ જસ્‍ટીસ ઓફ ઓડીશા હાઇકોર્ટ, સંજયકુમાર આઇએએસ જોઇન્‍ટ સેક્રેટરી હાઉસીંગ એન્‍ડ અર્બન એફેર્સ જીઓએલ, રામ તરૂણીકાન્‍તી એડી. સેક્રેટરી આઇએસીએસ, એમએચએ, અનુરાધા પ્રસાદ મિનીસ્‍ટરી ઓફ હોમ અફેર્સ આંધપ્રદેશના અધિકારીઓ વરીષ્‍ઠ મહાનુભાવો તથા પોલેન્‍ડ અમેરીકા ગ્રીસ ઓસ્‍ટે્રલીયા સહીતના વિદેશી નાગરીકોએ મ્‍યુઝીયમની મુલાકાત લીધી હતી.

(3:41 pm IST)