Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

જિલ્લા બેંકના ભરતી પ્રકરણમાં હાઇકોર્ટમાં તા.૧૯મીની મુદત

રાજકોટ તા.પ : જિલ્લા સહકારી બેંકમાં કર્મચારીઓની ભરતીમાં ગેરરીતિ થયાના આક્ષેપ સાથે ભાજપના નીતિન ઢાંકેચા જુથે હાઇકોર્ટમાં અરજી કરેલ હાઇકોર્ટે અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટે જિલ્લા બેંક નાબાડે, સરકાર વગેરેને નોટીસ મોકલેલ આજે પ્રથમ સુનાવણી માટે મુદત હતી. જિલ્લા બેંક તરફથી જવાબ રજુ કરવા મુદતની માંગણી કરવામાં આવતા હાઇકોર્ટે સુનાવણી માટે૧૯ જુલાઇની મુદત આપ્યાનું જાણવા મળે છે.

(3:40 pm IST)