Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

પંચનાથ પ્લોટમાં કારની ઠોકરે એકટીવા ચાલક ફંગોળાયા

રાજકોટઃ શહેરના પંચનાથ પ્લોટ-૯માં બપોરે એક કારની ઠોકરે એકટીવા ચડી જતાં એકટીવાચાલક પ્રોૈઢ ફંગોળાઇ જતાં ઇજાઓ થઇ હતી. અકસ્માતને પગલે વાહનમાં પણ નુકસાન થયું હતું. લોકો ભેગા થઇ જતાં પ્રોૈઢને ઉભા કરી વાહન સાઇડમાં લેવડાવ્યા હતાં. આ મામલે પોલીસ ફરિયાદ થઇ નથી. તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત વાહનો જોઇ શકાય છે.

(3:31 pm IST)