Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ઇલેકિટ્રક વાહન સેકટરમાં અનેક રોજગારીનું સર્જન થશે : પ્રદિપ ડવ

પોલેન્‍ડમાં આયોજીત ‘વર્લ્‍ડ અર્બન ફોરમ'માં મેયર દ્વારા કોર્પોરેશનનાં કલાઇમેન્‍ટ રેઝિલિએન્‍ટ એકશન પ્‍લાનની વિગતો રજુ કરાઇ

રાજકોટ,તા. ૫ : પોલેન્‍ડના Katowice શહેરમાં આયોજિત World Urban Forum 11 માં, Swiss Agency for Development and Cooperation (SDC) દ્વારા સમર્થિત CapaCITIES પ્રોજેકટના પરિસંવાદ ટ્રાન્‍સફોર્મિંગ અવર સિટીઝ ફોર એ ક્‍લાઈમેટ રેઝિલિએન્‍ટ ફયુચરે માં રાજકોટ મેયર ડો.પ્રદિપ ડવએ શહેરમાં ગ્રીન હાઉસ ગેસના ઉત્‍સર્જનમાં ધટાડો કરવા માટે લેવાયેલ પગલાઓ તેમજ રાજકોટ શહરે આંતરરાષ્ટ્રીય સ્‍તરે મેળવેલ સિદ્ધિઓ વિશે માહિતી આપેલ હતી.

World Urban Forum 11નું આયોજન UN-Habitat, પોલેન્‍ડના Ministry of Development Funds and Regional Policy તેમજ Municipal Office of Katowice દ્વારા કરવામાં આવેલ. Sustainable શહેરીકરણની વૈશ્વિક પરિષદ World Urban Forum 11 માં ૧૭૦ દેશો માંથી ૨૦,૦૦૦ થી વધુ લોકોએ નોંધણી કરાવેલ. આ પરિષદના ૫ દિવસ દરમ્‍યાન વિશ્વના પ્રત્‍યેક ખૂણેથી આવેલ અનુભવી આગેવાનોએ વધુ સારા શહેરી ભવિષ્‍ય માટે અમારા શહેરોનું પરિવર્તનેની થીમ પર વિવિધ પરિષદ તેમજ પરિસંવાદમાં પોતાના વિચારો અને સૂચનોને રજૂ કરેલ.

World Urban Forum 11 માં ભારત સરકારે નેશનલ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ અર્બન અફેર્સ (NIUA) સાથે ભાગીદારીમાં વિવિધ વિષયો ઉપર ચર્ચાઓનું આયોજન કરેલ, જેમાં ભારતના શહેરો થકી લેવાઈ રહેલ નવીન પગલાઓ ને પરિષદ તેમજ પરિસંવાદ થકી રજૂ કરવામાં આવેલ. જેનો મુખ્‍ય આધાર શહેરી આબોહવાના પડકારો અને તેને સંદર્ભકીય કાર્યવાહી, આબોહવામાં સુધારો કરવા માટેની જરૂરી ક્રિયા માટેના ભંડોળ માટેના સહયોગી પ્રયાસો, શહેરી આયોજન અને ડિઝાઇનને પ્રત્‍યેક નાગરિક માટે સમાવિષ્ટ અને ટકાઉ બનાવવી અને તેના થકી શહેરીમાં અપેક્ષિત પરિવર્તનો પર પરામર્શ કરવાનો હતો જે માટે મિનિસ્‍ટ્રી ઓફ હાઉસિંગ એન્‍ડ અર્બન અફેર્સ (MoHUA) તેમજ અન્‍ય વિવિધ ઈન્‍સ્‍ટિટૂટના પ્રતિનિધિઓ પણ તા. ૨૬ જૂનથી તા. ૩૦ જૂન' ૨૦૨૨ દરમ્‍યાન પોલેન્‍ડના Katowice શહેરમાં World Urban Forum 11 માં હાજર રહેલ.

આ સંદર્ભમાં CapaCITIES પ્રોજેક્‍ટને એક સત્ર દરમ્‍યાન તેમનું કાર્ય દર્શાવવા માટે કહેવામાં આવેલ. CapaCITIES પ્રોજેકટ અંતર્ગત સ્‍વિસ એજન્‍સી ફોર ડેવલપમેન્‍ટ એન્‍ડ કોઓપરેશન (SDC) દ્વારા ક્‍લાઈમેટ રેઝિલિએન્‍ટની દિશામાં કામ કરવા માટે કુલ ૮ શહેરોને સપોર્ટ મળી રહેલ છે. જેમાં ગુજરાત રાજયના ૩ શહેરો (અમદાવાદ, રાજકોટ, તથા વડોદરા), તમિલનાડુ રાજયના ૩ શહેરો, રાજસ્‍થાન રાજયના ૧ શહેર તથા પશ્ચિમ બંગાળ રાજયમાંથી ૧ શહેરનો સમાવેશ કરવામાં આવેલ છે. રાજકોટ શહેર ૨૦૧૬થી CapaCITIES પ્રોજેકટનો ભાગ રહેલ છે અને રાજકોટમાં લેવાયેલ કલાઇમેટ રેઝિલિએન્‍ટ પ્રોજેક્‍ટ્‍સની નોંધ લઈને રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવને ૩૦મી જૂન, ૨૦૨૨ ના રોજ પોલેન્‍ડના Katowice શહેરમાં આયોજિત World Urban Forum 11 માં સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ વાગ્‍યા સુધી GoI ના પેવેલિયનમાં રાજકોટ શહરેની સિદ્ધિઓ અને તે મેળવવા માટે શહેરમાં લેવાયેલ પગલાઓ વિષે બોલવા માટે આમંત્રણ આપવામાં આવેલ. રાજકોટ મેયરશ્રી, આ ફોરમમાં આમંત્રણ મેળવનાર ભારતના એક માત્ર મેયર હતા.ᅠ

CapaCITIES પ્રોજેક્‍ટના આયોજિત સત્રમાં શ્રી ઈમાની કુમાર, એક્‍ઝિક્‍યુટિવ ડિરેક્‍ટર, ICLEI-South Asis દ્વારા CapaCITIES પ્રોજેક્‍ટ હેઠળ વિકસિત ક્‍લાઈમેટ એક્‍શન પ્‍લાન્‍સ અને પદ્ધતિઓ વિષે જાણકારી આપેલ.ᅠ શ્રી હેંસ પીટર, South Pole એ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર માટે ફાઇનાન્‍સ એકત્રિત કરવા માટે શહેરો દ્વારા સામનો કરવામાં આવતા મુખ્‍ય પડકારો પર પ્રકાશ પાડ્‍યો હતો. રાજકોટના માનનીય મેયર, ડો. પ્રદિપ ડવ દ્વારા આ સત્રમાં શહેર માટે બનાવેલ ‘ક્‍લાઈમેટ રેઝિલિએન્‍ટ સિટી એક્‍શન પ્‍લાને તેમજ તેમાં સમાવિષ્ટ ગ્રીન હાઉસ ગેસ (GHG) એમીશન ઇન્‍વેંન્‍ટરીને વિષે માહિતી આપેલ. મેયરશ્રીએ જણાવેલ કે, ગ્રીન હાઉસ ગેસ (GHG) એમીશન ઇન્‍વેંન્‍ટરીને દર વર્ષે અપડેટ કરવામાં આવે છે અને શહેરમાં ગ્રીન હાઉસ ગેસ (GHG)નું ઉત્‍સર્જન ઓછું થાય તે માટે રેગ્‍યુલર પ્રોજેકટ પણ ઇંપ્‍લીમેંટ કરવામાં આવે છે. ક્રિટિકલ અર્બન સેક્‍ટર્સ જેવાકે, એનેર્જી, ટ્રાન્‍સપોર્ટ, હાઉસિંગ, વેસ્‍ટ, વોટર તથા ડ્રેનેજ મેનેજમેંટ માટે કરવામાં આવી રહેલ કામ વિષે તેમણે માહિતી આપેલ. તેમણે શહેરમાં ગ્રીનકવર વધારવા, સોલર સિસ્‍ટમ થકી શહેરમાં પુનઃપ્રાપ્‍ય ઊર્જા સ્ત્રોતમાં વધારો કરવા, ઈલેક્‍ટ્રીક મોબિલિટી અને ગ્રાઉન્‍ડ વોટર રિચાર્જ સિસ્‍ટમની સ્‍થાપના જેવા પ્રશંસનીય કાર્ય વિષે વિસ્‍તૃત જાણકારી આપેલ. આવનાર સમયમાં રાજકોટ શહેરમાં ઇલેક્‍ટ્રિક વાહનોની સંખ્‍યામાં વધારો અપેક્ષિત હોઈ, તે માટે જરૂરી પ્‍લાનીંગ અંગે કામ કરવા માટે તેમણે જરૂરિયાત જણાવેલ. આવનાર સમયમાં રાજકોટ શહેરમાં biodiversity અંગે વિગતવાર કામ કરવા માટે તેમણે, વિવિધ સંસ્‍થાઓને આમંત્રણ પણ આપેલ. રાજકોટ શહેરે આંતરરાષ્ટ્રીય સ્‍તરે કરેલ કામગીરી અને તે થકી મેળવેલ પુરસ્‍કાર જેવા કે, One Planet City Challenge (OPCC)માં રાષ્ટ્રીય વિજેતા અને Global Covenant of Mayors for climate and energyમાં બધા બેજીસ મેળવનાર પ્રથમ શહેર હોઇ તે અંગે પણ વિગતવાર માહિતી આપેલ. રાજકોટ શહેરની વિગતો જાણી ઉપસ્‍થિત સૌ પ્રભાવિત થયેલ હતા.

વિશેષમાં, મેયરશ્રીને ગ્રીન જોબ્‍સ વિષય પર એક અન્‍ય સંવાદમાં પણ વક્‍તા તરીકે આમંત્રણ મળેલ. મેયરશ્રીએ રાજકોટમાં ફશ્‍ન્‍પ્‍ થકી મહિલાઓના SHG માં થઈ રહેલ સેલ્‍ફ એમ્‍પ્‍લોયમેન્‍ટ વિષે જણાવ્‍યું હતું. આ સાથે શહેર ઇલેક્‍ટ્રિક વાહનની દિશામાં આગળ વધતું હોય, આવનાર સમયમાં ઇલેક્‍ટ્રિક વાહન સેક્‍ટરમાં અનેક રોજગારીનું ઉત્‍સર્જન થશે એમ જણાવેલ. શહેરમાં ગો ગ્રીન યોજના થકી થઈ રહેલ વૃક્ષોના વાવેતર અને તેની થઈ રહેલ રોજગારીના ઉત્‍સર્જન વિષે પણ જણાવેલ.

આ ફોરમમાં રાજકોટ મેયરશ્રીએ Executive Director, UN (United Nations) - Habitat, Ms. Maimunah Mohd Sharif, સાથે મુલાકાત કરી હતી. મેયરશ્રીએ તેઓને રાજકોટ શહેરમાં Sustainable Development માટે લેવાઈ રહેલ વિવિધ પ્રોજેક્‍ટ્‍સ વિશે સંક્ષિપ્ત માહિતી આપેલ. રાજકોટમા લેવાઈ રહેલ પગલાઓની નોંધ લઈ રાજકોટ ને UN Habitat ના Sustainable Development Goals (SDG) Cities માં જોડાવા આમંત્રણ પણ આપવામાં આવેલ છે.

રાજકોટ મેયરશ્રીએ Global Covenant of Mayors (GCoM)ના કો-મેનેજિંગ ડાયરેક્‍ટર Piero Remitti અને Andy Deacon સાથે મુલાકાત કરેલ. રાજકોટ શહેર Global Covenant of Mayors (GCoM) સાથે જોડાયેલ છે અને રાજકોટને તેના ક્‍લાઈમેટ રેસિલિયન્‍ટ એક્‍શન માટે GCoM તરફથી badges મળેલ છે, જે badges મેળવનાર તે ભારત નું એક માત્ર શહેર છે. આ badgesનો હેતુ GCoM પહેલમાં શહેરની સહભાગિતાના વિવિધ તબક્કાઓમાં (પ્રતિબદ્ધતા, આયોજન, અમલીકરણ અને દેખરેખ) સિદ્ધિ અને પ્રગતિને પુરસ્‍કાર આપવાનો છે. રાજકોટ ની આ સિદ્ધિ માટે તેમણે અભિનંદન પાઠવેલ.

(3:15 pm IST)