Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

રાજકોટ એલન ઈન્‍સ્‍ટીટયુટના ૧૬ છાત્રો રાષ્‍ટ્રીય કક્ષાએ પસંદ

કિશોર વૈજ્ઞાનિક પ્રોત્‍સાહન યોજનાના ફાઈનલ પરીણામમાં દબદબો : સફળતાની ઉજવણી

રાજકોટ : ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટીટયુટ ઓફ સાયન્‍સ (આઇઆઇએસસી) બેંગ્‍લોર કિશોર વૈજ્ઞાનિક પ્રોત્‍સાહન યોજના (કેવીપીવાય)નું પરિણામ જાહેર કર્યુ જેમાં એલન કેરીયર ઇન્‍સ્‍ટીટયુટ રાજકોટના ૧૬ વિદ્યાર્થીઓની પસંદગી થઇ છે, જે સૌરાષ્‍ટ્ર વિસ્‍તારમા અત્‍યાર સુધીમાં કોઇ પણ શૈક્ષણિક સંસ્‍થા કરતા વધારે છે.  એલન રાજકોટના વિદ્યાર્થી હેમન્‍યા રાદડીયા ઓલ ઈન્‍ડિયા રેન્‍ક ૧૫૬ મેળવીને સંસ્‍થામાં પ્રથમ નંબરે આવ્‍યા છે. એલન રાજકોટની અને અન્‍ય ૯ વિદ્યાર્થીઓ ટોપ ૫૦૦માં રહ્યા છે.

આ ભવ્‍ય પરિણામની ઉજવણી માટે એલન રાજકોટમાં ભવ્‍ય સમારંભનું આયોજન કરવામાં આવ્‍યુ. એલન રાજકોટના સેન્‍ટર હેડ શ્રી રજનીશ શ્રીવાસ્‍તવ અને ટીમના અન્‍ય સભ્‍યોની ઉપસ્‍થિતીમાં પસંદગી પામેલ વિદ્યાર્થીઓને ફુલમાળા તથા મેડલ પહેરાવીને સન્‍માનીત કરાયા. કેવીપીવાય ભારત સરકારના સાયન્‍સ અને ટેકનોલોજી વિભાગની પહેલ છે. પરિક્ષામાં સફળ થયેલ વિદ્યાર્થીઓને ભારતની આઇઆઇએસસી, આઇઆઇએસઇઆર જેવી ઉચ્‍ચ શૈક્ષણિક સંસ્‍થાઓમાં પ્રવેશ મેળવીને અભ્‍યાસ કરવાની તક પણ મળે છે. આ યોજનાનો ઉદેશ વિદ્યાર્થીને વિજ્ઞાનમાં રિસર્ચ ક્ષેત્રમાં પ્રોત્‍સાહન આપવાનુ છે અને પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓને ભારત સરકાર તરફથી આર્થિક સહાયતા પણ મળે છે.

(3:11 pm IST)