Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

શહેરમાં ઝાડા-ઉલ્‍ટી-શરદી-ઉધરસના ૪૫૦થી વધુ દર્દી તંત્રના ચોપડે નોંધાયા

મચ્‍છરજન્‍ય રોગચાળાનો પગપેસારો : ૪ કેસ : મચ્‍છર ઉત્‍પતિ સબબ ૫૫૪ને નોટીસ : રોગચાળો અટકાવવા તંત્ર ઉંધા માથે

રાજકોટ તા. ૪ : ચોમાસાની ઋતુનો પ્રારંભ થતાની સાથે જ શહેરમાં ધીમે ધીમે મચ્‍છરોનો પગપેસારો જોવા મળી રહ્યો છે. કેમકે છેલ્લા અઠવાડિયામાં મનપાના આરોગ્‍ય વિભાગમાં મચ્‍છરજન્‍ય ડેન્‍ગ્‍યુ, મેલેરિયા, ચીકનગુનિયાના ૪ કેસ નોંધાયા છે. જ્‍યારે શરદી, ઉધરસ, ઝાડા-ઉલ્‍ટીના ૪૫૦થી વધુ કેસ નોંધાયા છે.

આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સત્તાવાર માહિતી મુજબ તા. ૨૭ જુનથી તા. ૩ જુલાઇ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય રોગચાળાના ૪ કેસ

અઠવાડિયામાં મેલેરિયા, ડેન્‍ગ્‍યુના ૧-૧ તથા કેસ નોંધાયા છે. જ્‍યારે ચિકનગુનિયાના ૨ કેસ નોંધાયો છે.

શરદી - તાવના

૪૫૦થી વધુ કેસ

શહેરમાં શરદી - ઉધરસના કેસ ૩૧૨ તેમજ સામાન્‍ય તાવના ૭૩ અને ઝાડા - ઉલ્‍ટીના કેસ ૮૪ સહિત કુ ૪૫૦થી વધુ દર્દીઓ નોંધાયા હતા.

મચ્‍છર ઉત્‍પતિ સબબ

૫૫૪ ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.  પોરાનાશક કામગીરી હેઠળ ૨૪,૪૬૧ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૨૦૮ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૫૫૪ લોકોને નોટીસ પાઠવવામાં આવી છે.

(3:30 pm IST)