Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

રાજકોટમાં કહેર વર્તાવતો કોરોના : મોડી સાંજે વધુ છ કેસ પોઝિટિવ : આજના કુલ 21 કેસ સાથે અત્યાર સુધીની કુલ કેસની સંખ્યા 232એ પહોંચી

મવડી ચોકડીના રામેશ્વર સોસાયટીના આધેડ , સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં દંપતી, જનતા જનાર્દન સોસાયટીના પુરુષ, સહારા ટાવરના વૃદ્ધ, ધ્રુવનગરના વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ

રાજકોટ : રાજકોટમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે આજે મોડીસાંજે વધુ છ કેસ પોઝિટિવ આવ્યા છે જેમાં શૈલેશકુમાર દેવશીભાઈ હાપાલિયા (૪૫/પુરૂષ) ( રહે,શ્રી બ્રહ્માણી કૃપા, ૩-રામેશ્વર સોસાયટી, રાજબેન્ક વાળી શેરી, મવડી ચોકડી, ૧૫૦' રિંગ રોડ, રાજકોટ.) હીનાબેન દિવ્યેશભાઈ મજેઠીયા  (૪૫/સ્ત્રી) ( રહે, શેરી નં. ૨, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ રોડ, રાજકોટ) દિવ્યેશભાઈ રામણિકભાઈ મજેઠીયા (૫૦/પુરૂષ) ( રહે, શેરી નં. ૨, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ રોડ, રાજકોટ.) રાજેન્દ્રસિંહ વજરાજસિંહ જાડેજા (૪૦/પુરૂષ) ( રહે, ૧૨-A, જનતા જનાર્દન સોસાયટી, રાજીવ ગાંધીના પૂતળા સામે, રેસકોર્સ રિંગ રોડ, રાજકોટ ) ગીરીશભાઈ મેઘજીભાઈ પટેલ (૬૫/પુરુષ) ( રહે, સહારા ટાવર, બ્લોક નં ૪૦૧, જગદિશન માર્ગ, જલારામ ૨, ઇન્દિરા સર્કલ, યુનિ. રોડ, રાજકોટ.) જ્યોત્સનાબેન પંકજભાઈ રાજવૈદ્ય (૬૯/સ્ત્રી) ( રહે,રામ - ૩, ધ્રુવ નગર, આમ્રપાલી સિનેમા પાસે, રૈયા રોડ, રાજકોટ.) નો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે રાજકોટ શહેરના કુલ કેસની સંખ્યા 232એ પહોંચી છેજેમાં સારવાર  હેઠળ ૮૧ દર્દીઓ છે જયારે ૧૪૧ દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે મૃત્યુઆંક 10 છે
 

(9:44 pm IST)