Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

રાજકોટમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો : વધુ છ કેસ સાથે આજે કુલ 15 પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ : કુલ કેસની સંખ્યા 226

પરસાણાનગર, નવલનગર, મોરબી રોડ આનંદપાર્ક, શક્તિ સોસાયટી, કોઠારીયા રોડના દીપ્તિ નગર, નવાગામના ખોડિયારપાર્ક, આલાપ ગ્રીન પાછળ જીનિયસ હાઈટ્સ, મવડી ચોકડીના રિયલ પ્રાઈમ, ભક્તિનગરના મયૂરપાર્ક, ગાંધીગ્રામ રોડના ધરમપાર્ક, પંચાયત રોડના શાંતિવન સોસાયટી અને ગાયત્રીનગર મેઈન રોડ સુધી કોરોના ઘુસ્યો

રાજકોટમાં કોરોનાએ કાળો કહેર વર્તવાયો છે બપોર બાદ વધુ છ કેસ નોંધાતા કુલ 15 કેસ પોઝિટિવ આવતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે

 આજે નોંધાયેલા કેસમાં પદમા પ્રેમજી (૪૦/સ્ત્રી) ( રહે,પરસાણા નગર, રાજકોટ) ઉમા રસિક (૬૭/સ્ત્રી) ( રહે, નવલ નગર, રાજકોટ) રિયાબેન નવીનભાઈ મંગે (૧૩/સ્ત્રી) ( રહે,આનંદ પાર્ક ૧, મોરબી રોડ, રાજકોટ.) શાંતીબેન અશોકભાઈ મંગે (૩૫/સ્ત્રી) ( રહે,આનંદ પાર્ક ૧, મોરબી રોડ, રાજકોટ) જયંતીભાઈ કાનજીભાઈ મંગે (૫૧/પુરુષ) ( રહે,આનંદ પાર્ક ૧, મોરબી રોડ, રાજકોટ) જીતુભાઇ બચુભાઈ જાગાણી (૩૩/પુરુષ) ( રહે,શક્તિ સોસાયટી ૫, સંતકબીર રોડ, રાજકોટ.) અમરબેન હૂંબલ (૬૦/સ્ત્રી) ( રહે, કોઠારીયા રોડ, દીપ્તિનગર મેઈન રોડ, રાજકોટ) રમેશ મનજી વાવેસા (૫૮/પુરુષ) ( રહે, પિતૃ પાર્ક શેરી, ખોડીયાર પાર્ક, નવાગામ મેઈન રોડ, રાજકોટ) રજની મનસુખભાઈ દવે (૪૬/પુરુષ)( રહે, બ્લોક એ-૩૦૧, જીનીસિસ હાઈટ, સમૃધ્ધિ સોસાયટી, આલાપ ગ્રીન સિટી પાછળ, રૈયા રોડ , રાજકોટ.) સંજય છગન રાદડીયા (૪૦/પુરૂષ) ( રહે,રીયલ પ્રાઈમ, ડી-૪૦૨, મવડી ચોકડી, રાજકોટ.) રાધાબેન જયંતભાઈ હુંબલ  (૭૦/સ્ત્રી)  ( રહે, મયુર પાર્ક, ભક્તિનગર, રાજકોટ.) જયંતભાઈ દેવદાનભાઈ હુંબલ (૭૨/પુરૂષ) ( રહે, મયુરપાર્ક, ભક્તિનગર, રાજકોટ) ભગવાનજીભાઈ વાઘજીભાઈ (૬૬/પુરૂષ) ( રહે,  ધરમરાજ પાર્ક, ગાંધીગ્રામ રોડ, રાજકોટ.) રજની પ્રતાપ જાડેજા (૬૪/સ્ત્રી) ( રહે, પંચાયત રોડ, શાંતિવન સોસાયટી, રાજકોટ.) હર્ષિદા હસુ (૫૦/સ્ત્રી), ( રહે, ગાયત્રીનગર મેઈન રોડ, રાજકોટ.) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે શહેરના કુલ કેસની  સંખ્યા 226 થઇ છે જેમાં 72 દર્દીઓ સારવાર હેઠળ છે જયારે ૧૪૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે કુલ મૃત્યુઆંક 10 છે.

(5:46 pm IST)