Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

રાજકોટના જામનગર રોડ પર આવેલ પરસાણા નગર શેરી ન, 7માંથી વાજડી ગામનો 11 વર્ષનો છોકરો મળ્યો :પરિવારજનો પ્રદ્યુમન નગર પોલીસનો સંપર્ક કરે

નીતિન દિનેશભાઇ ચૌહાણ નામના છોકરાને પ્રદ્યુમ્ન નગર પોલીસ સ્ટેશનમાં સોંપાયો

રાજકોટના :જામનગર રોડ પર આવેલ પરસાણા નગર શેરી નંબર- પાસે એક ૧૧ વર્ષનો છોકરો મળી આવેલ છે જેનું નામ નિતીન દિનેશભાઈ ચૌહાણ છે જે વાજડી ગામનો રહેવાસી હોઈ તેવું તેના દ્વારા જાણવા મળેલ છે,

  પરસાણા નગર શેરી નંબર- માં રહેતા સબીરભાઈ હસનભાઈ ખિયાણી દ્વારા જાણ કરવામાં આવેલ અને હાલ ઉપરોક્ત ફોટા વાળા છોકરાને પ્રદ્યુમ્ન નગર પોલીસ સ્ટેશન મોકલી આપવામાં આવેલ છે,જો કોઈ ઉપરોક્ત ફોટા વાળા છોકરાને ઓળખતા હોય તો તેમના વાલી પરિવારને જાણ કરવા નમ્ર અરજ છે હાલ છોકરો પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન પર છે,તો પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.

(12:33 am IST)