Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

રૈયા ચોકડી પોશ વિસ્‍તારમાંથી ફુટણખાતુ પકડી પાડતી ગાંધીગ્રામ પોલીસ

રાજકોટઃ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સંયુકત પો.કિમ. ચૌધરી, ઝોન-ર ના મનોહરસિંહ જાડેજા, મદદનીશ પો.કિમ. પી.કે. દિયોરાનાઓએ આ વિસ્તારમા ચાલતી ગેરકાયદે પ્રવૃતિ ડામવા તથા અનૈતિક દેહવ્યાપારની પ્રવૃતિ પર ચાંપતી નજર રાખી ગુન્હા શોધી કાઢવા માટે સૂચના તથા માર્ગદર્શન આપેલ હતુ.

ગાંધીગ્રામ પો.સ્ટે.ના પો.સ.ઇ. જે.એમ. ભટ્ટ નાઓ પોલીસ સ્ટાફના માણસો પોલીાસ સ્ટેશને હાજર હતા તે દરમ્યાન પો.કોન્સ. દિવ્યરાજસિંહ જાડજાના ઓની બાતમી આધારે રૈયા ચોકડી અંબીકા કોમ્પલેક્ષમા પહેલા માળે ખુણાની ભાડાની દુકાનમા ચાલતી દેહ વિક્રયની પ્રવૃતિથી ચાલતા કુટખાણાના પર ડમી ગ્રાહક મોકલી રેઇડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આરોપીઓ તરીકે (૧) ધવલભાઇ પરેશભાઇ વણપરીયા (ઉ.વ.ર૪) (રહે. હાલ રૈયા ચોકડી પાસે, અંબીકા કોમ્પલેક્ષ, કીસ્મત હોટલ ઉપર ડીલકસ ઇટાલીયન મારબલ પેસ્ટની બાજુની દુકાનમા ) મુળ રહે. ર૦૧ સ્ટાર મનોરથ સલકાણા, તા.જી. સુરત (ર) અમૃતભાઇ ભુદરભાઇ માથોળીયા જાતે પટેલ(ઉ.વ.૩૪) ( રહેઃ લાઠીદળ ગામ, તા. બોટાદ, જીઃ બોટાદ)નાઓને રોકડા રૂ. ૯૯૦૦  તથા બે મોબાઇલ કી. રૂ. પ૦૦૦ સહીત કુલ રૂ. ૧૪૯૦૦ નો મુદામાલ કબજે કર્યાે છે.

આ કામગીરીમાં પો.સ.ઇ. જે.એમ. ભટ, પો. હેડ કોન્સ રાહુલભાઇ વ્યાસ, પો.કોન્સ કિશોરભાઇ ધુધલ, વનરાજભાઇ લાવડીયા, કનુભાઇ બસીયા, દિવ્યરાજસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ ગોહિલ, હિતેન્દ્રસિંહ ઝાલા રોકાયેલા હતા.

 

(12:17 am IST)