Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

આવતીકાલથી ભાજપ દ્વારા સદસ્યતા વૃધ્ધિ અભિયાનનો પ્રારંભઃ તૈયારીઓનો ધમધમાટ

ગુજરાતભરમાંથી સૌથી વધુ સભ્ય નોંધણી રાજકોટ શહેરમાં થાય તે માટે ભાજપ ટીમ દ્વારા માઇક્રોપ્લાનીંગઃ અભિયાનનો પ્રારંભ પ્રદેશ અગ્રણી ભરત પંડયા કરાવશેઃ વેપારી અગ્રણી રાજૂભાઇ પોબારૂ, ડો. લાલસેતા, પૂર્વ ક્રિકેટર સીતાંશુ કોટક, શિક્ષણવિદ આંબાદાનભાઇ સહિતનાં આગેવાનો હાજર રહેશે

રાજકોટ તા. પ :.. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની એક સંયુત અખબારી યાદીમાં જણાવાયું છે કે આવતીકાલે તા. ૬ જૂલાઇ, શનીવાર સવારે ૧૦ કલાકથી હરીહર હોલ, કાલાવડ રોડ, ખાતેથી પ્રદેશ ભાજપ પ્રવકતા ભરતભાઇ પંડયા ખાસ ઉપસ્થિત રહી 'સદસ્યતા વૃધ્ધિ' અભિયાનનો ધમાકેદાર પ્રારંભ કરાવશે. ત્યારબાદ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા પાર્ટીમાં નવા સભ્યો બનેલ કાર્યકર્તાઓને ટીવી ચેનલના માધ્યમથી સંબોધન કરશે.

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, સંગઠન પર્વના ઇન્ચાર્જ વીરેન્દ્રસિંહ ઝાલા, સહઇન્ચાર્જ પુષ્કર પટેલ, ડો. દર્શીતાબેન શાહે જણાવ્યુ હતું કે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતભરમાં સંગઠન પર્વ ર૦૧૯ નો આવતીકાલે તા. ૬ જૂલાઇના રોજ એટલે કે ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મ દિવસથી ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા વૃધ્ધિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવનાર છે.

૬ ઠ્ઠી એપ્રીલ ૧૯૮૦ ના રોજ સ્થાપાયેલી ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે. રાષ્ટ્રવાદની વિચારધારાને સંગઠન પર્વના માધ્યમથી ઘર-ઘર સુધી પહોંચાડવા ભારતીય જનતા પાર્ટીમાં નવા કાર્યકર્તાઓને ઉમેરી સમયાંતરે વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવશે. આ સંગઠન પર્વમાં નવા મતદારો, સામાજીક અગ્રણીઓ, શૈક્ષણીક સંસ્થાઓથી લઇને છેવાડાના માનવીને ભારતીય જનતા પાર્ટીનો પ્રાથમિક સભ્ય બનાવી પાર્ટીની વિચાર ધારા સાથે જોડવામાં આવશે ત્યારે આવતીકાલે  'સદસ્યતા વૃધ્ધિ' અભિયાનનો સાથોસથ વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાશે જેમાં શહેરના જાણીતા પ્રતિષ્ઠીત આગેવાનો જેમાં જાણીતા ઉદ્યોગપતિ મનીષભાઇ માદેકા, જાણીતા બીલ્ડર ચંદ્રકાંતભાઇ શેઠ, જાણીતા ઉદ્યોગપતિ હરીસિંહ સુચરીયા, જાણીતા લેખક હેમલબેન દવે, શાપર વેરાવળ ઇન્. એસો.ના પ્રમુખ કિશોરભાઇ ટીલાળા, જાણીતા તબીબ ડો. કાંત જોગાણી, વેપારી અગ્રણી રાજુભાઇ પોબારૂ, આઇએમએના પ્રમુખ ડો.ચેતન લાલસેતા, પુર્વ રણજી ટ્રોફી ક્રિકેટ અને હાલમાં ઇન્ડીયાએ ટીમના કોચ સીતાંશું કોટક, જાણીતા સાહીત્યકાર અને શિક્ષણવિદ અંબાદાનભાઇ રોહડીયા સહીતના અગરણીઓને ભારતીય જનતા પર્ટીની વિચારાધારા સાથે જોડવામાં આવશે.

સાથોસાથ પાર્ટીની પંચનિષ્ઠા એટલે કે સામાજીક સમરસતા સાર્થક થાય અને છેવાડાનો માનવી પણ રાષ્ટ્રવાદ નથી વિચારધારા સાથે જોડાય તેવા આશયથી વિશેષ વ્યકિતઓ સાથે સર્વસમાજ, સર્વપ્રતિનિધિ, સામાજીક અગ્રણી, વેપારીઓ, સામાજીક સંસ્થાઓના પ્રતિનિધિઓ, રમતવીરો, નવા બનેલા મતદારો, નાના વ્યવસાયકારો એટલે કે ચાવાળા, શાકભાજી તેમજ અન્ય વસ્તુઓનો વેપાર કરતા ફેરીયાઓ, શ્રમજીવીઓને આ સદસ્યતા વૃદ્ધિ અભિયાનમં જોડવામાં આવશે.

આમ આ સદસ્યતા વૃદ્ધિ અભિયાનને યાદગાર બનાવવા શહેર ભાજપ દ્વારા સુંદર આયોજન હરીહર હોલ ખાતે કરવામાં આવેલ છે. જેમાં શહેરના વિશિષ્ઠ વ્યકિતઓનું આગમન થાય ત્યારે ઢોલ અને શરણાઇથી સ્વાગત કર્યા બાદ બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરવામાં આવશે. અને આ હરીહર હોલને કેસરીયા માહોલથી શણગારવામાં આવશે તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા કાર્યકર્તાઓને સંબોધન કરવામાં આવશે તે લાઇવ પ્રસારણ શહેરના કાર્યકર્તાઓ નીહાળે તે માટે એલઇડીની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. તેમજ આવતીકાલે તા.૬ જુલાઇના રોજ સાંજે ૬ કલાકે શહેરના તમામ વોર્ડમાં 'સદસ્યતા અભિયાન'નું લોન્ચીંગ કરાશે. જેની યાદી નીચે મુજબ છે. તો આ કાર્યક્રમમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા અનુરોધ કરેલ છે.

(4:17 pm IST)