Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

આત્મન યુવા ગ્રુપ દ્વારા નિઃશુલ્ક રોપા વિતરણ

આત્મન યુવા ગ્રુપ દ્વારા એક વૃક્ષ મારી યાદમાં.. કાર્યક્રમ અંતર્ગત ર૦ જાતના વૃક્ષોના ર૦૦૦ રોપાઓનું રેલનગર, દાસી જીવણપરા, શાળા નં. ૪૭, ધ રોયલ સ્કુલ, કોઠારીયા વગેરે સ્થળોએ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. તેમજ ડો. બાબા સાહેબ આંબેડકર સ્મૃતિવન, રેલનગર, મધુવન સોસાયટીમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ. તથા ગુરૂ બ્રાહ્મણ સમાજના વિદ્યાર્થી સન્માન કાર્યક્રમમાં તમામને રોપા અને પથદર્શક બુકનું વિતરણ કરાયું હતું. આ અભિયાનના ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત ધવલભાઇ ગજજર (રાજકોટ બોનસાઇડ કલબ) એ લોનસાઇ વિશે વિસ્તૃત માહિતિ આપેલ અને અજયભાઇ વાડોલીયા (વ્યસન મુકિત કેન્દ્ર) એ પ્રેરક વકતવ્ય આપી લોકોને પર્યાવરણ વિશે જાગૃતિ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગ્રુપના પ્રમુખ કિશોરભાઇ રાઠોડ, નિલેશભાઇ પરમાર, મયુરભાઇ રાઠોડ, પરાગ રાઠોડ, સાગર ગોહિલ, જલ્પેશ વાઘેલા, મયંક સિંગરખીયા તેમજ સ્પિરિટ ઓફ ફ્રિડમ ગૃપ, ધ રોયલ સ્કુલ, વ્યસન મુકિત કેન્દ્ર, રાજકોટ બોનસાઇ કલબ અને શેર વિથ સ્માઇલ ગ્રુપના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

(4:05 pm IST)