Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ભાજપ દ્વારા સદસ્યતા વૃધ્ધિ અભિયાન અર્થે રાજમાર્ગો પર હોર્ડીંગની જમાવટ

રાજકોટ : ભાજપ પ્રદેશ પ્રવકતા ભરતભાઇ પંડયાની ઉપસ્થિતીમાં કાલે તા. ૬ ના સવારે ૧૦ વાગ્યે હરીહર ચોક કાલાવડ રોડ ખાતેથી 'સદસ્યતા વૃધ્ધિ અભિયાન' નો પ્રારંભ કરાવવામાં આવનાર છે. ત્યારે આ સદસ્યતા વૃધ્ધિના પ્રચાર પ્રસાર અર્થે શહેર ભાજપ દ્વારા રાજમાર્ગો પર હોર્ડીંગ - બેનરો લગાવવાનું કાર્ય જોરશોરથી શરૂ કરાયુ છે. રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રવાદની વિચારધારાને સંગઠન પર્વના માધ્યમથી ઘર ઘર સુધી પહોંચાડવા હાથ ધરાયેલ આ કાર્ય માટે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, સંગઠન પર્વના ઇન્ચાર્જ વિરેન્દ્રસિંહ ઝાલા, સહઇન્ચાર્જ પુષ્કર પટેલ, ડો. દર્શીતાબેન શાહ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.  શહેરના મુખ્ય માર્ગો ઉપર લાગેલા હોર્ડીંગ બોર્ડસ તસ્વીરોમાં નજરે પડે છે.

(4:00 pm IST)