Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

સર્જન ફાઉન્ડેશન દ્વારા રવિવારે પંચામૃત કાર્યક્રમ

સંસ્થાના બીજા વર્ષમાં પ્રવેશ નિમીતે નિદાન કેમ્પ, નિઃશુલ્ક દવા, દેહદાન, ચક્ષુદાન

રાજકોટ,તા.૫: સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આગામી તા.૭ને રવિવારના રોજ ટ્રસ્ટની નવનિયુકત ઓફીસના લોકાર્પણ સમયે મેયર બીનાબેન આચાર્ય, મ્યુનિ.કોર્પો.ના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, ગુજરાત રાજય ઓબીસી નિગમના ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકી (નરેન્દ્રબાપુ), લો કમિશન ઓફ ઈન્ડિયાના મેમ્બર અને એડવોકેટ અભયભાઈ ભારદ્વાજ, વોર્ડનં.૨ના કોર્પોરેટર અને બાંધકામ સમિતિના ચેરમેન મનિષભાઈ રાડીયા, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, રાષ્ટ્રીય શાળાના મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઈ ભટ્ટ, જીવન બેંક મેનેજીંગ ડિરેકટર નરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ ડે.મેયર દર્શિતાબેન શાહ તેમજ ઘેલા સોમનાથ મંદિરના (જસદણ) પૂજારી પૂ.વિક્રમગીરીબાપુની ઉપસ્થિતિમાં પંચામૃત કાર્યક્રમ સમા, નિદાન કેમ્પ, નિઃશુલ્ક દવા વિતરણ, રકતદાન, દેહાદાન તેમજ ચક્ષુદાન સેન્ટ ગાર્ગી સ્કૂલ, ૨, સુભાષનગર, રૈયા રોડ, રાજકોટ ખાતે સવારે ૯ થી ૧ સુધી આયોજન કરેલ છે.

આયોજનમાં સંસ્થાના પ્રમુખ સુરેશભાઈ પરમાર અને મહિલા પાંખના પ્રમુખ રમાબેન હેરભાના માર્ગદર્શન હેઠળ, પ્રકાશ વોરા, ગુણવંતભાઈ ભટ્ટ, પ્રભાબેન વસોયા, નિર્મળાબેન વડેરીયા (પૂર્વ કોર્પોરેટર), દિપાબેન કાચા, રેશ્માબેન સોલંકી, દિવ્યાબેન રાઠોડ, હેમંતસિંહ ડોડીયા, ભાવનાબેન મહેતા, હર્ષિદાબા કનોજીયા, કૌશિકભાઈ ધોળીયા, પ્રવિણભાઈ ડોડીયા, સીમાબેન અગ્રવાલ, ભાવનાબેન ચતવાણી, અનીતાબેન કકકડ, દેવાયાનીબેન રાવલ, ધામેલીયા ગીતાબેન, દિલ્પાબેન મકવાણા, પલ્લવીબેન ચૌહાણ, શ્રધ્ધાબેન સીનોજીયા, અરૂણભાઈ નિર્મળ, ચેતનભાઈ ચૌહાણ, કરણસિંહ પરમાર, ખીમાભાઈ ગઢવી, મીત ટોળીયા સહિત કાર્યકરો જોડાયા છે.

આ નિદાન કેમ્પમાં  વૈદ્યરાજ શ્રી આડેસરા, ડો.શ્રૈયાબેન જોષી (બીએચએમએસ) (ગોલ્ડ મેડાલીસ્ટ) સેવા આપશે અને નિઃશુલ્ક દવાનું વિતરણ કરશે.

આ તકે આ નિદાન કેમ્પમાં સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ તથા જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા દેહદાન અને ચક્ષુદાન અંગેના સંકલ્પપત્ર પણ ભરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું છે.

તસ્વીરમાં સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ સુરેશભાઈ પરમાર, મહીલા પાંખના પ્રમુખ રમાબેન હેરભા, મંત્રી પ્રકાશભાઈ વોરા, દિવ્યાબેન રાઠોડ, પ્રભાબેન વસોયા, દિપાબેન કાચા, સીમાબેન અગ્રવાલ, ઉમેશભાઈ મહેતા, દેવ્યાનીબેન રાવલ, રસીદાબેન સીદી, ગુણવંતભાઈ ભટ્ટ નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:54 pm IST)