Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

જેસીઆઈ રાજકોટ યુવા જેસીરેટ વિંગ દ્વારા બહેનો માટે ૨૦મીએ ઓપન રાજકોટ સ્માઈલી ગ્રુપ કૂકીંગ કોમ્પીટીશન

અલગ- અલગ ત્રણ કેટેગરીમાં સ્પર્ધાઃ વિજેતાઓને ઈનામોઃ ફોર્મ ભરી દેવા

રાજકોટ,તા.૫: જેસીઆઈ રાજકોટ યુવા જેસીરેટ વિંગ દ્વારા ઓપન રાજકોટ સ્માઈલ ગ્રુપ કૂકીંગ કોમ્પિટિશન તા.૨૦ જુલાઈ શનિવારના રોજ બપોરે ૩:૧૫ કલાકે પાઈનવીંટા હોટલ (પંચવટી હોટેલ) ગોંડલ રોડ, ખાતે યોજવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં જેસીઆઈ રાજકોટ યુવાની જેસીરેટ વિંગ સાથે આ પ્રોેજેકટમાં સ્માઈલી ગ્રુપ તથા ગ્લોબલ આઈવીએફનો સહયોગ મળેલ છે.

ઓપન રાજકોટ કુકીંગ કોમ્પિટિશનમાં ત્રણ કેટેગરી જેમકે પંજાબી ડીશ, મકાઈની ડીશ અને કેકની સ્પર્ધા રાખવામાં આવેલ છે. આ કોમ્પિટિશનમાં ભાગ લેવા ઈચ્છુક મહિલા ત્રણમાંથી એક તથા એક કરતા વધારેમાં ભાગ લઈ શકશે અને દરેક કેટેગરીની ફી રૂ.૧૫૦ રાખેલ છે.

આ કોમ્પિટિશનમાં ભાગ લેનાર વિજેતા   મહિલાને ત્રણેય કેટેગરીમાંથી ત્રણ એટલે કે પ્રથમ, દ્વિતીય અને તૃતિય એમ ત્રણ વિજેતા જાહેર કરવામાં આવશે. પ્રથમ વિજેતા ૧૦ ગ્રામ અને દ્વિતીય વિજેતા ૫ ગ્રામ ૯૯૯ ફાઈન સિલ્વર કોઈન એવોર્ડ તથા સર્ટિફિકેટ અને તૃતિય વિજેતાને એવોર્ડ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવશે.

ભાગ લેવા ઈચ્છુક મહિલાઓને ફોર્મ માટે (૧) જેસીઆઈ રાજકોટ યુવા, બી-૩૦૩ પૂજા કોમ્પ્લેકસ, હરિહર ચોક રાજકોટ મો.૯૮૨૫૩ ૧૪૪૪૩, (૨) ઓફિસ નં.૬૨૬ સ્ટાર ચેમ્બર, ૬ઠ્ઠા માળે, હરિહર ચોક, રાજકોટ મો.૯૦૩૩૦ ૯૦૦૯૦ સંપર્ક કરવાનો રહેશે. આ સ્પર્ધાની વધુ માહિતી માટે ચેરપર્સન રાખી દોશી નં.૯૦૩૩૩ ૨૫૮૦૧, પાયલ મોદી નં.૯૭૧૨૯ ૦૪૨૨૮, રચના રૂપારેલ નં.૭૦૧૬૭ ૭૫૬૨૮, શીલુ ચંદારાણા નં.૯૫૮૬૪ ૯૪૪૩૦નો સંપર્ક કરવો.

તસ્વીરમાં જેસીઆઈ રાજકોટ યુવાનો આગેવાનો રાખી દોશી, પાયલ મોદી, રચના રૂપારેલ, શીલુ ચંદારાણા, ગિરીશ ચંદારાણા અને ચિરાગ દોશી નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:54 pm IST)