Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ગીતા વિદ્યાલય સંચાલિત છાશ કેન્દ્રનું સમાપન

જંકશન પ્લોટ ખાતે શ્રી મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવાસંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા ઇ.સ.૧૯૭૩ થી સંચાલિત નિઃશુલ્ક ઉનાળુ છાશ વિતરણ કેન્દ્રના ૪૭ માં વર્ષનો રામનવમીએ પ્રારંભ થયો હતો. જેમાં ઉનાળામાં ત્રણ માસ સુધી પ્રતિદિન ૩૦૦ જરૂયાતમંદ પરિવારોને નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના તાજી અને પૌષ્ટિક છાશનું નિઃશુલ્ક વિતરણ થયું હતું. ચોમાસાની ઋતુનો પ્રારંભ થતા આ છાશ કેન્દ્રનું સમાપન કરાયુ છે અઢી માસમાં અંદાજે ૧૯૦૦૦ લીટર છાશનું વિતરણ થયું હતું. છાશવિતરણની વ્યવસ્થામાં ગીતા વિદ્યાલય ટ્રસ્ટના સંચાલક ડો.કૃષ્ણકુમાર મહેતાના માર્ગદર્શન મહાવીરભાઇ અનિલભાઇ રાવલ,હસમુખભાઇ હિન્ડોચા,સોનુભાઇ વગેરેએ સેવા આપી હતી. આ સેવાકાર્યમાં વિવિધ સંસ્થાઓ અને દાતાઓ શ્રેષ્ઠીઓનો સહયોગ મળ્યો હતો.

(3:53 pm IST)