Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ઓલ ઇન્ડિયા ઓપન ચેસ ટુર્ના.માં ર૭પ સ્પર્ધકોએ બતાવ્યુ કૌવત

રાજકોટ તા. પ : વન્ડર ચેસ કલબ દ્વારા ઓપન રેપિડ અને બ્લીટસ ટુર્નામેન્ટ તથા ગેસફોર્ડ કલબ અને ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશન દ્વારા સિનિયર સિટીજન ચેસ ટુર્નામેન્ટ નીલસીટી કલબ ખાતે યોજવામાં આવતા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર તથા ઉત્તર પ્રદેશ તથા વધુ ગુજરાતમાંથી યુવાનો, વડીલો, બાળકો તથા મહિલાઓએ પણ ઉમળકા ભેર ભાગ લીધો હતો.

ઓપન ટુનામેન્ટમાં કટ્ટર હરીફાઇ વચ્ચે ઓપન રેપિડમાં પ્રથમ મેહસાણાના કરન ત્રિવેદી, બીજા ભાવનગરના મૌલિક રાવલ તથા ત્રીજા શૈલેષભાઇ રાવલ રહેલ હતા.

ઓપન બ્લીટ્સ ટુર્નામેન્ટમાં પ્રથમ મૌલિક રાવલ, બીજા રાજ વ્યાસ તથા ત્રીજા જય કુંડલિયા રહેલ હતા.

સિનિયર સિટીઝનમાં પ્રથમ અમદાવાદના વીરસિંહ ઝાલા પ્રથમ તથા બીજા કે.બી.વ્યાસ  તથા ત્રીજા હર્ષદભાઇ ડોડીયા હતા.

અંડર ૧૬માં પ્રથમ દીપ પરમાર, બીજા જતિન પંડયા તથા ત્રીજા વિનીત પટેલ આવેલ હતા અંડર ૧૦માં પ્રથમ રિયાન શાહ, બીજા ક્રિશ તન્ના તથા ત્રીજા ઉદય પટેલ આવેલ હતા. બધા ખેલાડીઓને કેશ પ્રાઇઝ, ટ્રોફી તથા ઇનામો આપી નવજયા હતા.

ટુર્નામેન્ટને સફળ બનાવવા વન્ડર ચેસ કલબના ફાઉન્ડર ગૌરવ ત્રિવેદી, અભય કામદાર, ગેસફોર્ડ ચેસ કલબના પ્રમુખ નટુભાઇ સોલંકી, કિશોરસિંહ જેઠવા, ચીફ આરબીટર જય ડોડીયા, અતુલભાઇ માકડિયા, ગ્લોબલ સર્વિસ ગ્રુપના ચિરાગભાઇ મહેતા, નીલ સિટી રિસોર્ટના નૈરીશભાઇ ઝવેરી તથા સંવેદના હાઇટ્સના રાજેશ દફતરીએ ભારે જહેમત ઉઠાવી હતી.

સ્ટેટ એસોસીએશન તરફથી મયુરભાઇ પટેલ તેમજ આઇ.જી.પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

(3:52 pm IST)