Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

જુનાગઢ મ્યુનિસીપલ કોર્પોરેશનની ચૂંટણીમાં એન.સી.પી. ઝંપલાવશેઃ કાલે ઉમેદવારોના નામ જાહેર કરશે

ભાજપ સરકાર પાણી, રોડ રસ્તા સહિતના પ્રશ્ને નિષ્ફળ

રાજકોટઃ તા.૫, જુનાગઢ મ્યુનીસીપલ કોર્પોરેશનની ચૂંટણીમાં  એન.સી.પી. ઝંપલાવશે તેમ એન.સી.પી.ના આગેવાનોએ જણાવ્યું હતુ.  ગુજરાત પ્રદેશમાં પ્રમુખ તરીકે પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં ગુજરાતમાં એન.સી.પી. પસંદગીનું પરિબળ બનવા અને ભા.જ.પ. અને કોંગ્રેસ બંને થી પ્રજા માં અવિશ્વાસ ઉભો થાય છે. તેની સામે પ્રજા નો વિશ્વાસ જીતવા એન.સી.પી. ચૂંટણી લડશે. ગુજરાત પ્રદેશ ના કાર્યકારી પ્રમુખશ્રી બબલદાસ પટેલ, પ્રદેશ મહામંત્રી (સંગઠન), જય પ્રકાશ જી, પ્રદેશ મહામંત્રી ડો.જગદીશચંદ્ર દાફડા, જુનાગઢ શહેર પ્રમુખ રણમલ સિસોદીયા (પૂર્વ મેયર), પાટીદાર આગેવાન રેશ્માબેન પટેલ જુનાગઢ ની ચુંટણીમાં જહેમત લઈ રહ્યા છે. જૂનાગઢ મ્યુનિસિપલ ચૂંટણીમાં રાજકોટ તેમજ સૌરાષ્ટ્રભરના એન.સી.પી. આગેવાનો ચૂંટણી પ્રચારમાં જોડાશે. જેમાં પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ સુખાભાઈ ડાંગર, અશ્વિન ભીમાણી, વસંત કોરીંગા, પૂર્વ પ્રદેશ મંત્રી પ્રવકતા હરિકૃષ્ણ જોશી, પૂર્વ પ્રદેશ મંત્રી દિલીપસિંહ વાઢેર, સંજય ગઢવી, સાગર ગઢવી વિગેરે  જૂનાગઢ ચૂંટણી પ્રચાર અર્થે જશે.

સમગ્ર ગુજરાતમાં આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં  ભા.જ.પ. સ્થાનિક સતામાં વર્ષોથી છે. છતાં વહીવટ અને વિકાસના નામે મીંડુ છે.  રોડ-રસ્તા અને ગટર, પાણીની સમસ્યા નિવારવા  ભા.જ.પ.  વહીવટમાં સંપૂર્ણ નિષ્ફળ ગઇ છે. તેને ઉજાગર કરી પ્રજાનો વિશ્વાસ સંપાદન કરવા એન.સી.પી. ચૂંટણી લડશે. આવતીકાલ સાંજ સુધીમાં એન.સી.પી. ઉમેદવારો જાહેર કરી દેવાશે તેમ જણાવાયું હતુ.

તસ્વીરમાં ડો. જગદીશચંદ્ર દાફડા (મો.૯૮૨૫૨૧૪૨૭૯) સાથે વસંતભાઇ કોરીંગા (પૂર્વ કિશાન પ્રમુખ) અને દિલીપસિંહ વાઢેર (પુર્વ પ્રદેશમંત્રી) નજરે પડે છે. (તસ્વીરઃસંદીપ બગથરીયા)

(3:52 pm IST)