Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

૧૨ પીએસઆઇની અરસ-પરસ બદલી

૧૦ પીએસઆઇને અલગ-અલગ પોલીસ મથકોમાંથી ટ્રાફિક બ્રાંચમાં, એકને મહિલા પોલીસ મથકમાં અને એકને આજીડેમમાં મુકાયા

રાજકોટ તા. ૫: શહેરના અલગ-અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતાં ૧૨ પીએસઆઇની અરસ-પરસ બદલી કરવામાં આવી છે. જેમાં દસ પીએસઆઇને ટ્રાફિક બ્રાંચમાં, એકને આજીડેમમાં અને એકને મહિલા પોલીસમાં મુકાયા છે.

જાણવા મળ્યા મુજબ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે બદલીના હુકમો કર્યા છે તે મુજબ એ-ડિવીઝનના જે. ડી. વસાવા, બી-ડિવીઝનના વી. કે. ઝાલા, આજીડેમના જી.એન. વાઘેલા, ભકિતનગરના એમ.એચ. ઓડેદરા, કુવાડવા રોડના વી. પી. આહિર, માલવીયાનગરના એચ. એમ. જાડેજા, ગાંધીગ્રામના એમ. ડી. વાળા, પ્ર.નગરના કે. ડી. પટેલ તથા એસ. એમ. જાડેજાને અને તાલુકા પોલીસ મથકના એસ.આર. વળવીને ટ્રાફિક બ્રાંચમાં બદલવામાં આવ્યા છે.જ્યારે ભકિતનગરના પીએસઆઇ એ. જે. લાઠીયાને મહિલા પોલીસ સ્ટેશનમાં અને કન્ટ્રોલ રૂમમાં ફરજ બજાવતાં એમ. જે. રાઠોડને આજીડેમ પોલીસ મથકમાં બદલવામાં આવ્યા છે. તમામને તાકીદની અસરથી છુટા કરવા અને બદલીના સ્થળે હાજર થવા હુકમ કરાયો છે.

(3:47 pm IST)