Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

સરધારમાં શેઢે સાંતી હાંકવા બાબતે રમેશભાઇ પટેલને પિત્રાઇ ભાઇ ગૌતમે લાકડીથી ફટકાર્યા

સરધાર રહેતાં રમેશભાઇ માવજીભાઇ સાંયજા (ઉ.૫૦) નામના કડવા પટેલ પ્રોૈઢને સાંજે ચારેક વાગ્યે પોતાની વાડીએ હતાં ત્યારે કાકાના દિકરા ગૌતમભાઇ સાંગજાએ લાકડીથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી. રમેશભાઇના કહેવા મુજબ તેની વાડીના શેઢામાં ગૌતમભાઇ સાંતી હાંકતો હોઇ તેને તેના શેઢા અંદર જ રહેવા સમજાવતાં હુમલો કર્યો હતો.

(3:45 pm IST)