Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

સિવિલ હોસ્પિટલ ચોકમાં ક્રુઝર એકટીવાને અડી જતાં ધમાલઃ યુવતિ સાથે ઝપાઝપીનો વિડીયો વાયરલઃ ઘરમેળે સમાધાન

રાજકોટઃ શહેરમાં અવાર-નવાર નજીવી વાતે સરાજાહેર ધમાલ મચી જાય છે. આજે બપોરે સિવિલ હોસ્પિટલ ચોકમાં તૂફાન ક્રુઝર ગાડી એક યુવતિના એકટીવાને અડી જતાં ભારે બખેડો થયો હતો. યુવતિ અને ક્રુઝરમાં બેઠેલા એક યુવાન વચ્ચે ભારે બોલાચાલી બાદ ઝપાઝપી થઇ હતી. યુવાને પોલીસની પ્લાસ્ટકીની લાઠી ઉગામી હતી. આ ધમાલ જોવા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં અને જોતજોતામાં સોશિયલ મિડીયામાં આ બઘડાટીનો વિડીયો વાયરલ થઇ ગયો હતો. ત્યારબાદ ધમાલ મચાવનારા પોલીસ મથકે પહોંચ્યા હતાં. પરંતુ અને બંનેએ નિવેદન આપ્યા બાદ ઘરમેળે સમાધાન કરી લીધું હતું. માથાકુટ કરનારા પૈકીના એક મોરબી તરફના એલઆર હોવાનું જણાવાયું હતું. તસ્વીરમાં ધમાલના દ્રશ્યો જે વિડીયો સ્વરૂપે વાયરલ થયા હતાં તે જોઇ શકાય છે.

(3:45 pm IST)