Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

બ્રહ્મ ડોકટર એસો.ના હોદ્દેદારોઃ પ્રમુખ ડો.બકુલભાઈ વ્યાસઃ ડો.વિનોદ પંડ્યાને એવોર્ડ

રાજકોટઃ બ્રહ્મ ડોકટર એસોશિયેશન દ્વારા ભકિતનગર એન્જિનિયરીંગ એશોસિયેશન હોલ ખાતે, વાર્ષિકસભાનું આયોજન કરવામાં આવેલ. જેમાં નાના હોદ્દેદારોની નિમણુંક, નવા બ્રાહ્મણ ડોકટરોનું સ્વાગત તથા કરાઓ કે ટ્રેક પર આધારિત ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યોજાએલ.

ઉપરાંત ડો.વિનોદ પંડ્યાનૂ લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ આપી તેમની મેડિકલ ક્ષેત્રે અમૂલ્ય યોગદાનને બિરાદાવવામાં આવેલ.

નવા હોદ્દેદારોમાં પ્રમુખ ડો.બકુલભાઈ વ્યાસ સેક્રેટરી ડો.શ્રી તત્સ જોશી, ટ્રેઝરર ડો.શ્રી તેજસ ત્રિવેદી ઉપરાંત અન્ય નવા કારોબારી સભ્યોની નિમણૂંક કરવામાં આવેલ.

કરાઓકેનો કાર્યક્રમ ડો.ભાવેશ જોશીનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ. નવનિયુકત કારોબારી સભ્યમાના એક સભ્ય એવાં ડો.પુલકિતભાઈ બક્ષીએ યાદીમાં જણાવેલ છે.

(12:27 pm IST)