Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

પૂ.ઈન્દુબાઈ મ.સ.ના ૭માં સ્મૃતિ દિન ઉપલક્ષે આજથી

નાલંદા તીર્થધામમાં ત્રિ-દિવસીય ધર્મોત્સવઃ માનવતા મહોત્સવ સંપન્ન

રાજકોટ,તા.૪: ગો.સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ ભગવાનતુલ્ય બા.બ્ર.પૂ.શ્રી ઈન્દુબાઈ મહાસતીજીની ૭મી વાર્ષિક પુણ્યસ્મૃતિ દિન નિમિતે તપોત્સવ અનુપમ જયોત્સવ અનોખો ધર્મોત્સવ અનેક વૈરાગ્ય પ્રેરક માનવ સેવા- જીવદયા તથા ધર્મઆરાધનાના આયોજનોનો આજથી પ્રારંભ થયો છે.

 

આજે સવારે ૭:૩૦ થી ૯:૩૦ સુધી માનવતા મહોત્સવ જેમાં પહેલાં બધાને નવકારશી ત્યારબાદ સોનલ સદાવ્રતનો પ્રારંભ ૧૦ વાગ્યે અઠ્ઠમના તપસ્વીઓને સમુહ પચ્ચક્રખાણ આપવામાં આવેલ. સાથે પ્રભાવના તથા બહુમાન પણ આપવામાં આવેલ. રાજકોટના આંગણે વિશિષ્ટ આયોજન તા.૭ રવિવારના રોજ ભગવાનતુલ્ય પૂ.મોટા મહાસતીજીનો પુણ્યસ્મૃતિ દિન હોવાથી તે દિવસે પુણ્યા શ્રાવકની ત્રિરંગી સામાયિક સવારે ૧૦:૩૦ થી ૧ વાગ્યા સુધી રાખવામાં આવેલ છે. ભાઈ- બહેનોએ સામાયિકના ઉપકરણ સાથે નાલંદા તીર્થધામ પહોંચવાનું છે. ૧૦:૩૦ કલાકે ટોકન આપી દેવામાં આવશે.

સવારે ૧૦:૪૫થી શ્રધ્ધાંજલીરૂપે ઈન્દુબાઈ સ્વામી અમર રહોના નારા સાથે મૌનયાત્રા ત્યાં આગળ ચોકમાં ૫ મિનિટ મૌન રાખશે. ૧૧:૩૦ થી ૧૨ વાગ્યા સુધી સર્વએ નવકારમંત્રની ૧૧ માળા  કરવાની રહેશે. ત્યાર બાદ વિશેષ કાર્યક્રમ ૧૨:૨૦ થી ૧૨:૩૯ સુધી દિવ્યજાપ રહેશે. વ્હાઈટ  ડ્રેસકોડ ફરજીયાત છે. પ્રજ્ઞાબેન શાહ તથા હર્ષાબેન દોશી તરફથી અઠ્ઠમતપ આરાધકોનું પૂજન કરાશે.

(12:26 pm IST)