Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

પ્રેમમાં નિષ્ફળતા મળતાં નાશીપાસ થઇ પરાપીપળીયાના હિતેષે ફિનાઇલ પી લીધું

રાજકોટ તા. ૫: જામનગર રોડ પર પરાપીપળીયા એકતા સોસાયટીમાં રહેતાં હિતેષ બચુભાઇ સારેસા (ઉ.૨૫) નામના વણકર યુવાને સાંજે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

હિતેષ ઇમિટેશનની મજૂરી કરે છે. તેના સ્વજનના કહેવા મુજબ હિતેષને એક યુવતિ સાથે પ્રેમ હતો અને તે લગ્ન પણ કરવા ઇચ્છતો હતો. યુવતિના પરિવારજનોએ પહેલા હા કહી હતી. પણ પાછળથી ના પાડી દેતાં અને ગામ મુકી બીજે રહેવા જતાં રહેતાં હિતેષને આઘાત લાગી જતાં આ પગલું ભર્યુ હતું.

(11:43 am IST)