Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

નવાગામમાં નદી કાંઠે હાજતે બેઠેલા દેસુર પર અરવિંદે બાઇકની લાઇટ ફેંકી... ના પાડતાં છરીના ઘા ઝીંકયા

ગઢવી યુવાન ઝઘડા બાદ પિત્રાઇ ભાઇના બાઇકમાં બેસી ઘર તરફ જતો'તો ત્યારે કોળી શખ્સે પાછળ આવી હુમલો કરી દીધો

રાજકોટ તા. ૫: નવાગામ રંગીલા સોસાયટી ૫૦ વારીયામાં રહેતાં દેસુર રામજીભાઇ રવશી (ઉ.૨૮) નામના ગઢવી યુવાનને તે રાત્રે પોણા દસેક વાગ્યે ગામની નદી કાંઠે હાજતે બેઠો હતો ત્યારે અરવિંદ કોળી નામના શખ્સે તેની માથે હોન્ડાની લાઇટ ફેંકતા તે બાબતે બોલાચાલી થતાં અરવિંદે તેને છરીના ઘા ઝીંકી દેતાં હોસ્પિટલના બિછાને પહોંચવું પડ્યું છે.

રંગીલામાં રહેતો દેસુર ગઢવી પશુપાલન કરી ગુજરાન ચલાવે છે. તેના પિત્રાઇ ભાઇ સગરામ રેવાભાઇ ગઢવીએ વિગતો આપતાં કહ્યું હતું કે ભાઇ અરવિંદ રાત્રે નદી કાંઠે હાજતે બેઠો હતો. એ વખતે નવાગામનો જ અરવિંદ કોળી બાઇક લઇને નીકળતાં તેણે દેસુર બેઠો તો તેના ઉપર લાઇટ ફેંકતા દેસુરે તેને આ રીતે લાઇટ ન આવવા દેવાય તેમ સમજાવતાં તેણે લાઇટ તો આવશે જ હો...કહી ઝઘડો કર્યો હતો.

એ પછી મને જાણ થતાં હું દેસુરને તેડવા ગયો હતો અને મારા બાઇકમાં તેને બેસાડીને ઘર તરફ રવાના થયો ત્યારે અરવિંદ પાછળ બાઇક લઇને આવ્યો હતો અને ચાલુ બાઇકે જ છરીના ઘા કર્યા હતાં. જેમાં એક ઘા દેસુરને પડખામાં લાગી ગયો હતો.

હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોેહાણે કુવાડવા પોલીસને જાણ કરતાં ફરિયાદ નોંધવા તજવીજ થઇ હતી.

(11:43 am IST)