Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

સન્ડે સ્ટાર કલબ સતત ર૮મા વર્ષે આજથી દિવના પ્રવાસે : ક્રિકેટ મેચ-વોલીબોલ-સંગીતનો જલ્સો

કપ્તાન અરૂણ દવેની આગેવાની : દિવ-સોમનાથ દાદાના દર્શન કરી રવિવારે ટીમ પરત ફરશે

રાજકોટ, તા. ૪ : રાજકોટની વિખ્યાત સન્ડે સ્ટાર કલબ સતત ર૮મા વર્ષે આજથી દિવના પ્રવાસે રવાના થઇ છે. રાજકોટની આ ટીમ દિવમાં પણ વિખ્યાત બની છે, દર વર્ષે દિવ-વેરાવળ-સોમનાથના પ્રવાસે જતી ટીમ દિવ ખાતે આ વર્ષે પણ ક્રિકેટના બે મેચ-વોલીબોલ જંગ તથા હોટલ સી-વ્યુ ખાતે સંગીતની જલ્સા પાર્ટી કરશે. આ માટે હોટલના માલિક કાળુભાઇ તથા ગોવિંદભાઇનો પણ પૂરતો સહકાર દર વર્ષની જેમ આ વર્ષે પણ મળ્યો છે.

રાજકોટની સન્ડે સ્ટાર કલબ કપ્તાન અરૂણ દવેની આગેવાની હેઠળ, દિવમાં મેચ-સંગીતની મહેફીલ માણી રવિવારે સોમનાથ દાદાના દર્શન કરશે અને રવિવારે સાંજે તા. ૭ના રોજ રાજકોટ પરત ફરશે.

આ વખતે પ્રવાસમાં પ્રથમ વખત કવ્વાલીનો મૂકાબલો પણ યોજાયો છે. કલબના બે ગ્રુપ વચ્ચે શનિવારે રાત્રે હોટલ સી વ્યુ ખાતે કવ્વાલીનો મૂકાબલો-અંતાક્ષરી સ્પર્ધાનો જંગ જામશે.

આ પ્રવાસમાં સર્વશ્રી અરૂણ દવે, સુનિલ પારેખ, જગદીશ ખાખરીયા, દિગેશ માંકડ, બીમલ ત્રિવેદી, રમેશ પટેલ(મામા), કનુભાઇ પટેલ(મામા), હિમાંશુ પાઠક, ડો. મનન માંકડ, રાજુ ભારદીયા, મૂકેશ વંકાણી, રાજુ કિકાણી, નીતિન પારેખ, ભરત શુકલ, કલ્પેશ પંડયા, દિપક પંડયા, નવનીત દવે, રાજુ દવે, અતુલ હાથી, અતુલ દવે, દિપક કોઠારી, પોલાભાઇ, જીજ્ઞેશ પાનસુરીયા, પ્રતિક માણેક, માનક હાથી, પરાગ પાવાગઢી, જયેશ પાંઉ, અશોક ચૌહાણ જોડાયા છે.

(11:29 am IST)