Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

કોંગ્રેસે ખેડુતોનું હિત ન જોયુ, જયારે ભાજપ સરકારે ૪ વર્ષમાં ખેડુત લક્ષી યોજનાઓ બનાવી

ટેકાના ભાવમાં દોઢગણો વધારાની જાહેરાતને વધાવતો કિસાન મોરચો

રાજકોટઃ તા.૫, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇના વડપણ હેઠળની ભાજપા સરકારે ખેતપેદાશોના ટેકાના દોડગણા ભાવવધારાની જાહેરાતને આવકારતા રાજકોટ જીલ્લા ભાજપા કિશાન મોરચાના પ્રમુખશ્રી વિજયભાઇ કોરાટ તથા જુનાગઢ જીલ્લા કિશાન મોરચાના પ્રભારી વલ્લભભાઇ સેખલીયાએ જણાવ્યું હતુ કે,  ૨૦૨૨ સુધીમાં દેશના ખેડુતોની આવક ડબલમાં કરવાની દિશામાં ભાજપા સરકારે ક્રાંતિકારી નિર્ણય લીધો છે. ભાજપએ ચુંટણીમાં આપેલા વચનો પરિપુર્ણ કરવા એક પછી એક પ્રજાલક્ષી નિર્ણયોમાં આજે જે ટેકાના ભાવમાં દોઢ ગણો વધારાની ખેડુતલક્ષી જાહેરાતને આવકારી વડાપ્રધાન નરેન્દ્રભાઇને અભિનંદન પાઠવ્યા હતા.

 ભાજપા સરકારે ખેડુતોની સગવડતા માટે ગ્રામ્ય વિસ્તારોમાં રોડ-રસ્તા-વિજળી, પાણીની સુવિધા થકી ખેડુતોની પ્રગતિ, સમુધ્ધી માટે હંમેશા કટીબધ્ધ રહી છે. ભાજપા સરકારે ચાર વર્ષના શાસનમાં સિંચાઇ યોજનાના કાર્યો ઝડપી ગતિએ કામ, સસ્તુ ખાતર, સોઇલ હેલ્થકાર્ડ હોય કે અન્ય ખેડુતલક્ષી યોજનાઓને ત્વરીત નિર્ણયો લઇને કૃષિકારોને ફાયદાની વાતમાં ભાજપા સરકારએ અગ્રતા આપી કૃષિ પાર્ક ડબલ થાય અને કિશાન સમુધ્ધ બને તેવી સરકારની લાગણી હોય છે.

 ભાજપા સરકારે જયારે જયારે કૃષિલક્ષી યોજનાઓની જાહેરાત કરી છે ત્યારે કોંગ્રેસના પેટમાં તેલ રેડાયુ છે. કોંગ્રેસ તેની નકારાત્મક માનસીકતા છતી કરીને વિરોધના ખોટા બુંગીયા ફુંકવા લાગે છે. ખેડુતોને ઉશ્કેરવાનું કામ કરી સતા સુધી પહોચવાના સવપ્ના જોવે છે. જેને ખેડુત કોઇ કાળે સ્વીકારશે.

 કોંગ્રેસે ૬૦-૬૦ વર્ષ સુધી ખેડુતોનું હિત જોયું નહિ તેને કારણે ખેડુત દિવસે દિવસે પાયમાલ થઇ ગયા હતા. ભાજપા સરકારે ચાશ વર્ષના શાસનમાં અનેક વિધ ખેડુતલક્ષી યોજનાઓ બનાવી તેને કારણે ખેડુત અને ખેતી સમુધ્ધ બન્યા અને સમયસર તેમના પાક ઉત્પાદનોના પુરતા ભાવ મળતા રહયા છે.

 તસ્વીરમાં જીલ્લા મહામંત્રી હરદેવસિહ  જાડેજા, હરસુખભાઇ સોજીત્રા, મહામંત્રી કિશાન મોરચા, તાલુકા યુવા ભાજપ રામદેવસિંહ જાડેજા, મંત્રી તાલુકા પ્રમુખ કાનજીભાઇ મોલીયા, નિરૂણભાઇ નિર્મળ જીલ્લા મિડીયા ઇન્ચાર્જ નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)(૪૦.૫)

(5:20 pm IST)