Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

આચાર્યોને તાલીમ

શાળાના આચાર્યો અને શિક્ષકોને તાલીમ મળે તેવા હેતુથી રાજકોટ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ અને અમેરીકન ઇન્ડીયા ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે એક તાલીમ વર્ગ ગોઠવવામાં આવ્યો હતો. જે. જે. પાઠક પ્રા.શાળા નં.૧૯ નો યોજાયેલઆ વર્ગમાં ડીઝીટલ ઇકવીલાઇઝર પ્રોગ્રામ અંતર્ગત મિડિયા સાક્ષરતા અને શિક્ષણની આધુનિકતાઓ અંગે છણાવટ કરવામાં આવી હતી. આ તાલીમ વર્ગમાં રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક ૨૦૦૫ તથા મિડિયા સાક્ષરતા અને શિક્ષણની આધુનિક પધ્ધતિઓનો ઉપયોગ કરીને બાળકોમાં રહેલી જિજ્ઞાસાવૃત્તિને પારખીને તેમનામાં રહેલી મલ્ટીપલ ઇન્ટેલીજન્સીને ઓળખી તેમને કઇ રીતે દીશા દર્શન કરી શકાય તે અંગે અહીં તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં વિવિધ શાળાના ૩૦ આચાર્યોએ ભાગ લીધો હતો. આ સમગ્ર તાલીમ કેમ્પની સફળતા માટે ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, શાસનાધિકારી દેવદત પંડયાના માગદર્શન હેઠળ ડીઝીટલ ઇકવીલાઇઝર પ્રોગ્રામના પ્રોજેકટ મેનેજર શ્રી શંકર શર્મા, રીઝીયોનલ ઓફીસર હાર્દીક સોનછત્રા, ટ્રેનર ચંદુભાઇ રાઠોડ તેમજ સ્ટાફ મિત્રો અને શાળા નં. ૧૯ ના સ્ટાફગણે જેહમત ઉઠાવી હતી. (૧૬.૨)

(5:19 pm IST)