Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ભાજપ કોર્પોરેટરો વાહક બની સરકારની લોકહીતની યોજનાથી લોકોને વાકેફ કરશે

'સંપર્ક સેસમર્થન' અભિયાન થકી કોર્પોરેેટરો ઘરે ઘરે ફરશેઃ ભાજપ કાર્યાલયે માર્ગદર્શક બેઠક

રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરાકરે પોતાનો કાર્યકાળ સિધ્ધીઓથી ભરપુર ચાર વર્ષ પૂર્ર્ણ કર્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા હાથ ધરાયેલ અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત શહેરના ભાજપના તમામ કોર્પોરેટરો દ્વારા કેન્દ્ સરકારની તમામ સિધ્ધીઓ ઘર-ઘર સુધી પહોંચાડવા 'સંપર્ક સે સમર્થન' અભિયાન હાથ ઉપર લેવાયું છે. જે અંતર્ગત શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના અધ્યક્ષતામાં અને ગુજરાત મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વીન મોલીયા, સ્ટેન્ડીંગ કમિટિ ચેેરમેન ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ધારાસભ્ય અરવિંદ રૈયાણીની ઉપસ્થિતીમાં એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ઉપસ્થિત કોર્પોરેટરોને ભાજપ સરકારની સિધ્ધીઓ લોકો સુધી પહોંચાડવાનું કાર્ય એ જ પાર્ટીના કાર્યકર્તાઓનું લક્ષ્યહોવું જોઇએ તેમ શ્રી મીરાણીએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું.

ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતુ કે ચાર વર્ષમાં દેશનો સર્વક્ષેત્રે અને સર્વાગીં વિકાસ થયો છે. શ્રી મોદીએ દેશને એક પછી એક અનોક જનહિતલક્ષી યોજનાની ભેટ આપી છે. ત્યારે શહેરના તમામ વોર્ડના ભાજપના કોર્પોરેટરો 'સંપર્ક સે સમર્થન' થકી આ તમામ લોકહીતકારી યોજનાઓથી શહેરના તમામ પ્રતિષ્ઠિત નાગરીકોને માહિતગાર કરશે. આ બેઠકમાં પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજે જણાવ્યું હતું કે નરેન્દ્રભાઇના નેતૃત્વમાં છેલ્લા ચાર વર્ષમાં કેન્દ્રની ભાજપ સરકારે પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, પ્રધમામંત્રી કૃષિ સિંચાઇ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી તેમજ ગ્રામીણ), પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, સ્વચ્છ ભારત અભિયાન, સ્માર્ટ સિટીઝ મિશન, પ્રધાનમંત્રી જન-ધન યોજના થકી દેશમાં યુવાવર્ગ,કિસાન, મહિલા, વરીષ્ઠ નાગરીકો, શહેરી તેમજ ગ્રામીણ ક્ષેત્રે સર્વાગી વિકાસ કર્યો છે ત્યારે ભાજપના કોર્પોરેટરો વાહક બની આ તમામ લોક કલ્યાણકરી યોજનાઓતી શહેરના તમામ પ્રતિષ્ઠિત નાગરીકોને વાકેફ કરાશે. આ બેઠકમાં ભાજપના તમામ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની સંપૂર્ણ વ્યવસ્થા શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીએ સંભાળી હતી. (૩.૧૪)

 

(5:17 pm IST)