Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

મેયરનો વોર્ડ ગંદકીમુકત બનશેઃ ૪૦ સફાઇ કામદારોને કામગીરી સોંપાઇ

રાજકોટઃ કોર્પોરેશન દ્વારા શહેરને સ્વચ્છ રાખવા જુદા-જુદા પગલાઓ લેવામાં આવેલ છે. જે વિસ્તારોમાં પડતર વિસ્તારો રહે છે તેવા વિસ્તારોને સફાઈમાં આવરી લેવા માટે સેનેટરી માર્ટને કામગીરી સોપવામાં આવેલ છે. જેના અનુસંધાને આજ રોજ વોર્ડ નં-૧૦ માં સફાઈમાં બાકી રહેતા વિસ્તારોને આવરી લેવા માટે નિર્મળ સેનેટરી માર્ટ કામગીરી સોપવામાં આવેલ છે. આ મંડળી હેઠળ ૪૦ સફાઈ કામદારો મંજુર કરવામાં આવેલ છે. કામગીરીનો ઓર્ડર પદાધિકારીઓના વરદ્ હસ્તે આપવામાં આવેલ છે. આ અવસરે મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, સેનીટેશન સમિતિના ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, કોર્પોરેટર જયોત્સનાબેન ટીલાળા, પુર્વ કોર્પોરેટર પરેશભાઈ હુંબલ, વોર્ડ નં-૧૦ ના પ્રભારી માધવભાઈ દવે, વોર્ડ પ્રમુખ રજનીભાઈ ગોલ તેમજ આ વિસ્તારના સંગીતાબેન, હરેશભાઈ કાનાણી, તથા પર્યાવરણ અધિકારી નિલેષભાઈ પરમાર, દિગ્વિજયભાઈ તુવર, વિગેરે ઉપસ્થિત રહેલ.

(5:17 pm IST)