Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

રામોદના તલાટી સામે શિક્ષાત્મક પગલુઃ બે ઇજાફા અટકાવાયા

ડુંગરકાના વહીવટ સબંધી માહિતી ન આપવાનું પ્રકરણ

રાજકોટ તા. પ :.. અગાઉ પડધરી તાલુકાનાં ડુંગરકા ગામે ફરજ બજાવતા હાલ રામોદના તલાટી કમ મંત્રી એમ. ડી. પવારે પાસે રાજકોટના રહીશ નિવૃત એડીશનલ ડીસ્ટ્રીકટ જજ શ્રી કે. બી. રાઠોડે આર.ટી. આઇ. એકટ હેઠળ ડુંગરકા ગ્રામ પંચાયતના અમુક વહીવટ સંબંધી માહિતી મેળવવા અરજી કરેલી. તેમ છતાં એમ. ડી. પવારે નહીં આપતા અરજદારે પ્રથમ અપીલ તાલુકા વિકાસ અધિકાર પડધરી સમક્ષ કરતા તેમણે પણ એમ. ડી. પવાર તલાટી કમ મંત્રીને આદેશ કરેલ કે અરજદારને માહિતી આપવી. તાલુકા વિકાસ અધિકારીના હુકમનું તલાટી પવારે પાલન નહીં કરતા અરજદારે રાજય માહિતી આયોગ, ગાંધીનગર સમક્ષ અપીલ કરતા ચીફ ઇન્ફોર્મેશન કમિશનરે, હુકમ કરેલ કે તલાટી મંત્રી પવાર વિરૂધ્ધ સદરહુ કાયદાની કલમ ર૦ (ર) મુજબ ખાતાકીય શિક્ષાત્મક કાર્યવાહી કરવી.

કમિશનરના આ હુકમના અનુસંધાને રાજકોટ જીલ્લા વિકાસ અધિકારીએ પવાર વિરૂધ્ધ ખાતાકીય ઇન્કવાયરી કરી અંતે પવારને માહિતી નહીં આપવામાં જવાબદાર ઠરાવી નોકરીના પગારમાં બે ઇજાફાઓ (ઇન્ક્રીમેન્ટ) ભવિષ્યની અસર સાથે અટકાવવાનો હુકમ કરેલ છે. (પ-૧૮)

(5:16 pm IST)