Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

જમીન કૌભાંડ મામલે રાજકોટના સગા ત્રણ ભાઇ બહેનનો કલેકટર કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસઃ ભારેદોડધામ

થોરાળા સર્વે નં.ર૧૪-૬૯૧ની ખેડવાણ જમીનનો મામલોઃ નરસિંહ સોલંકી અને તેમની બે બહેને કેરોસીન છાંટવાનો પ્રયાસ કર્યોઃ નરસિંહભાઇના પત્ની-પૂત્ર-પરિવાર સમજાવટ માટે દોડી આવેલઃ પોલીસ સાથે ઝપાઝપી : ત્રણેયને પકડી લેવાયાઃ ખોટી માલીકીની વીગતમાં સુરેશભાઇ વોરા-હર્ષાબેન વોરા-સચિન વોરા-પ્રવીણ પટેલ-ભરતભાઇ વોરા-લલીત પટેલ-જગદીશ પટેલ-નીરંજન પટેલ-રણછોડ ઠેસીયાના નામો કલેકટરને આપ્યા...: જમીન કૌભાંડઃ નરસિંહભાઇનો આપઘાતનો પ્રયાસઃ પત્ની નીર્મળાબેનની તબીયત લથડી

રાજકોટઃ શહેર બે સર્વે નંબરમાં જમીન કૌભાંડ મામલે રાજકોટના નરસિંહભાઇ સોલંકીએ બપોરે ૧ર-૧પ વાગ્યાની આસપાસ કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતા ભારે દોડધામ થઇ પડી હતી, આ ઘટનાની તસ્વીરમાં પ્રથમ તસ્વીરમાં કેરોસીનનું ડબલૂ લઇને આવેલ નરસિંહભાઇ સાથે ઝપાઝપી, બીજી તસ્વીરમાં પોલીસે તેમને ઝડપી લીધા તે નજરે પડે છે. ત્રીજી તસ્વીરમાં કેરોસીનનું ડબલૂ આંચકી લેનાર મહિલા કોન્સ્ટેબલ, નીચેની તસ્વીરમાં નરસિંહભાઇના પરીવારમાં પત્ની નિર્મળાબેન, પૂત્ર જયદીપ, મંજુલાબેન, લાભૂબેન નજરે પડે છ.ેબીજી તસ્વીરમાં એડી. કલેકટરને રજુઆત કરતા, નરસિંહ સોલંકી અને પૂત્ર જયદીપ તથા છેલ્લી તસ્વીરમાં ઘટનાથી હતપ્રભ બનેલા નરસિંહભાઇના બહેનની તબીયત લથડતા ૩ કલેકટર કચેરીમાં જ ઢળી પડયા હતા, તેમને ચકકર આવી જતા સારવાર ચાલુ કરી દેવાઇ હતી.

રાજકોટ, તા., ૫: શહેર થોરાળા સર્વે નં. ર૧૪-૬૯૧ ની ખેડવાણ જમીનમાં અલગ-અલગ કાયદા વિરૂધ્ધના વ્યવહારો કરીને જમીનનું મોટુ કૌભાંડ કરનાર શખ્સો સામે ે ફોજદારી કરવાની માંગણી કરનાર ૧ શ્રમજીવી સોસાયટી ઢેબર રોડ ખાતે રહેતા સોલંકી નરસિંહભાઇ સવજીભાઇએ આજે નવી કલેકટર કચેરી ખાતે  તેમની બે બહેનો મંજુલાબેન સોલંકી અને લાભુબેન સોલંકી સાથે અગાઉ કલેકટર તંત્રને જણાવ્યા પ્રમાણે શરીરે કેરોસીન છાંટી આત્મ વિલોપનનો પ્રયાસ કરતા ભારે દોડધામ મચી જવા પામી હતી. લોકોના ટોળા એકઠા થયા હતા. કલેકટર કચેરીમાં સવારથી પોલીસ બંદોબસ્ત હોય નરસીભાઇને  અને બંન્ને બહેનોને પોલીસે ઝપાઝપી કરી ઝડપી લીધા હતા. કેરોસીનનું ડબલુ આંચકી લેવાયું હતું અને અટકાયત કરી પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા. કલેકટર કચેરીમાં સગા ત્રણ ભાઇ-બહેને આત્મવિલોપનનો પ્રયાસ કર્યાની આ પ્રથમ ઘટના બની હતી. લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.

નરસીભાઇ આજે સવારે માતાજીને પગે લાગી ઘરેથી નીકળી ગયા હતા. તેમના પત્ની નીર્મળાબેન પુત્ર એડવોકેટ જયદીપ સોલંકી, પુત્રીઓ  નરસિંહભાઇ પહેલા  કલેકટર કચેરીએ  પહોંચી ગયા હતા અને તમામ દરવાજે સગા વહાલાઓને ઉભા રાખી દિધા હતા. જેથી કરીને નરસિંહભાઇ કોઇ પગલુ ભરે તે પહેલા તેમને સમજાવટ કરી પાછા લઇ જવાય. બે બહેનો પણ અગાઉથી હાજર હતી.

પરંતુ નરસીહભાઇ બપોરે ૧ર.૧પ સુધી દેખાયા નહી અને એકાએક આવી કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં કેરોસીન છાંટી આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો હતો.  તેેમની બે બહેનોએ પણ કેરોસીન છાંટવાનો પ્રયાસ કર્યો હતો.  પરંતુ સજાગ પોલીસે તુર્ત જ તેમને ઝડપી લીધા હતા. આ સમયે ભારે ઝપાઝપી થઇ હતી. આ પછી તેમને પોલીસ સ્ટેશને લઇ જઇ અટકાયત કરી લેવાઇ હતી.

નરસિંહભાઇએ કલેકટરને પાઠવેલ ફરીયાદમાં ખોટી માલીકીની વીગતમાં સુરેશ વોરા, હર્ર્ષાબેન વોરા, સચીન વોરા, પ્રવીણા પેટેલ, ભરત વોરા, લલીત પટેલ, જગદીશ પટેલ, નીરંજન પટેલ, રણછોડ ઠેસીયા વિગેરેના પુરાવા સહીત નામો આપ્યાનું બહાર આવ્યું છે.

ઉપરોકત નામોમાંથી અમુક બીન ખેડુત હોવા છતા ગેરકાયદેસર બીન ખેતી કરાવ્યાનું અને ટાઇટલ મેળવ્યાનું પણ ઉમેર્યુ છે. અગાઉ આ બધા નામો તા.ર૮-૬-ર૦૧૮ના રોજ આપ્યા હતા અને આજે ફરી આ બધી વિગતો પત્રકારોને-કલેકટર તંત્રને આપી છે.આ ઉપરાંત કલેકટરને આજે નરસિંહભાઇના પુત્ર સોલકી જયદીપ (મો. ૮૮૬૬૬૦૦૪પ૬)એ પણ બીન ખાતેદાર વ્યકિતઓ છે અને તાત્કાલીક ધોરણે મનાઇ હુકમ આપવા માંગણી કરી હતી.

આત્મવિલોપનના પ્રયાસમાં નરશીભાઇ, તેની બે બહેન મંજુબેન અને લાભુબેન ની અટકાયત

રાજકોટ તા ૫ : ૮૦ ફૂટ રોડ પર સત્યમ પાર્ક પાસે જમીન મામલે થોરાળાના નરશીભાઇ સવજીભાઇ સોલંકી (ઉ.વ.૬૦) અને મંજુબેન મંગાભાઇ સોલંકી (ઉ.વ.૬૦) તથા લાભુબેન મંગાભાઇ સોલંકી (ઉ.વ.૬૫) એ આજે કલેકટર કચેરીએ આત્મવિલોપન નો પ્રયાસ કરતા પ્રધ્યુમનનગર પોલીસ મથકના પી.એસ.આઇ રાઠોડ સહિતના સ્ટાફે ત્રણેયને આત્મવિલોપન કરતા અટકાવી પ્ર.નગર પોલીસ મથકે લઇ જઇ અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા.

(5:12 pm IST)