Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

કોર્પોરેશનના વિકાસ કામોમાં 'લોટ - પાણીને લાકડા' નહી ચાલે : નવી નીતિ ઘડતા બંછાનિધી

મટીરિયલ્સ સપ્લાયર્સ એજન્સી માટે ખાસ નવા નિયમો બનશે : કમિશ્નરની જાહેરાત

રાજકોટ તા. ૫ : મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ પ્રકારના સિવિલ વર્ક હાથ ધરવામાં આવતા રહે છે અને આ કામોની ગણવત્તા સારી રહે તેવા આશયથી સીવીલ વર્કમાં ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ મટીરીયલ્સના પ્રોકયોરમેન્ટ ( પ્રાપ્ત કરવા) માટે એક ખાસ નવી નીતિ તૈયાર કરવામાં આવી રહેવે છે અને તેનો ટૂંક સમયમાં અમલ કરવાનો પ્રારંભ પણ થઇ જશે તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે, સિવિલ વર્ક સાથે સંકળાયેલી એજન્સીઓએ રાજકોટ મહાનગરપાલિકાના નાના મોટા પ્રોજેકટ અને અન્ય પરચુરણ કામો માટેનું મટીરીયલ્સ ફાળવવા માટે આ નવી પોલીસીને અનુસરવું જરૂરી બનશે. જે એજન્સી રાજકોટ મહાનગરપાલિકામાં આ પોલીસી મુજબ મટીરીયલ આપવા ઈચ્છતી હોય તેને સૌપ્રથમ અરજી કરી એપ્લાય કરવાનું રહેશે. જેમાં એજન્સીએ વિવિધ મટીરીયલ્સના સ્પેસીફીકેશન દર્શાવવાના રહેશે. મહાનગરપાલિકા દ્વારા આ સ્પેસીફીકેશનની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ જે તે એજન્સીનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે.

વિશેષમાં કમિશનરશ્રીએ કહ્યું કે,  જે એજન્સી આ પ્રક્રિયા મુજબ રજીસ્ટર્ડ થયેલી હશે તે  જ મટીરીયલ્સ સપ્લાય કરી શકશે. નિશ્યિત સ્પેસીફીકેશનને નહી અનુસરતી હોય એ એજન્સી મટીરીયલ્સ સપ્લાય કરી નહી શકે. આ સમગ્ર બાબત ટેન્ડર પ્રક્રિયામાં સમાવેશ કરવામાં આવશે.(૨૧.૩૦)

 

(5:05 pm IST)