Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

જંકશન ડિમોલીશનમાં દુકાનો ગુમાવનાર વેપારીઓને વૈકલ્પીક જગ્યા કયારે અપાશે ? મેયરને રજુઆત

રાજકોટ, તા., ૫: જંકશન રેલ્વે સ્ટેશન  રોડ ઉપર વર્ષો અગાઉ ૮૯ જેટલી દુકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું અને આ દુકાનો સરકારે પાકિસ્તાનની આવેલા નીરાશ્રીતોને આપી હોવાનું બહાર આવતા મ્યુ. કોર્પોરેશન અને વેપારીઓ વચ્ચે વિવાદ સર્જાયેલ અને જે તે વખતે તત્કાલીન મેયર જનકભાઇ કોટકની દરમ્યાનગીરીથી જે વેપારીઓ આધાર પુરાવાઓ રજુ કરે તે વેપારીને વૈકલ્પીક જગ્યા આપવા માટે ઠરાવ થયો હતો અને સ્ટેશન રોડ ઉપર જ આવેલ ધર્મશાળાની જમીનમાં વૈકલ્પીક જગ્યા આપવા ઠરાવાયેલ પરંતુ આ પ્રકરણમાં કાનુની વિવાદ ઉભો થતા આ પ્રશ્ન વર્ષોથી લટકી રહયો છે ત્યારે આ બાબતે ન્યાય અપાવવા જંકશનના વેપારીઓએ વધુ એક વખત  રજુઆત કરી હતી.

ગઇકાલે જંકશન ડીમોલીશનના અસરગ્રસ્ત વેપારીઓના પ્રતિનિધિ મંડળે નવનિયુકત મેયર બીનાબેન આચાર્યને રૂબરૂ મળી અને જંકશન રેલ્વે સ્ટેશનના ડીમોલીશનમાં દુકાનો ગુમાવનાર વેપારીઓનો વૈકલ્પીક જગ્યાનો પ્રશ્ન વ્હેલી તકે ઉકેલવા રજુઆત કરી હતી. (૪.૧૪)

(5:05 pm IST)