Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

મોદી સ્કુલના તેજસ્વી છાત્રોનું બહુમાન

રાજકોટ :  મેડીકલ એન્જીનીયરીંગના પ્રવેશદ્વાર સમાન JEE/NEET પરીક્ષાના વર્ષ ૨૦૧૮ નાપરીણામની સમીક્ષા અને તેજસ્વી છાત્રોના સન્માનનો કાર્યક્રમ મોદી સ્કુલ્સ દ્વારા યોજાયો. સાયન્સના શ્રેષ્ઠ પરિણામો આપવામાં શાળા હંમેશા મોખરાનું સ્થાન ધરાવે છે. રમારંભ બે ભાગમાં યોજાયો B Group ના વિદ્યાર્થીઓ અને ભાવી ડોકટર્સNEET  પરીક્ષામાં અતિસફળ વિદ્યાર્થીઓનું શીલ્ડ, ટ્રોફી, અને સર્ટીફીકેટથી કરવામાં આવ્યું. ૬૦૦ માર્ક ધરાવનાર ૪ વિદ્યાર્થીઓ, ૫૦૦ માર્ક ધરાવનાર ૧૯ વિદ્યાર્થીઓ, વિશેષ સન્માનના હકકદાર હતા,૪૦૦ માર્ક ધરાવનાર વિદ્યાર્થીની સંખ્યા ૧૦૦ પણ અધધધ કહી શકાયે બધાજ વિદ્યાર્થીઓ સારી મેડીકલ કોલેજોમાં ભણી, સારા ડોકટર્સ બની ભવિષ્યમાં સમાજસેવા કરશે. તેઓના સન્માન ઉપરાંત સોૈથી વધુ આકર્ષિત કરે તેવી બે બાબતો આ સમારોહમાં જોવા મળી. ચારણિયા અમન (૬૫૭ માર્કસ), ગજ્જર આર્ષ (૬૪૦ માર્કસ), બાલેજા પ્રિયા (૬૧૦ માર્કસ) જેવા માર્ક ધરાવતા વિદ્યાર્થીઓના સખત પ્રેરણાદાયી વકતવ્ય અને ડો.મોદી ના શુભેચ્છા વચન, સફળ વિદ્યાર્થીઓ ગાંધીજીના રોલમાં હતા.તેમણે પોતાના જુનીયર્સને પોતે રાખેલું ધ્યાન અને વિશેષ રીતે પોતે કરેલી ભૂલો તરફ આંગળી ચીંધી હતી. જુનિયર્સ આવી ભૂલો ન કરે તે ભારપૂર્વક જણાવેલું. પોતાની સફળતા  જવાબદાર નાનામાં નાની બાબતોનો ઉલ્લેખ કરી, શાળાના મેનેજમેન્ટ અને શિક્ષકોના સાથનો આભાર માન્યો હતો. બીજા તબક્કાના સન્માનમાંA Group ના JEE માં અતિ સફળ તથા બોર્ડ થીયરી ગુજકેટના ટોપર્સ વિદ્યાર્થીઓનું સન્માન થયું શીલ્ડ, ટ્રોફીંં અને તેઓના જુસ્સાસભર વકતવ્યોએ પ્રેક્ષકોને તાલીઓના ગડગડાટ માટે મજબુર કર્યા.JEE Mainમાં ૨૦૦ ઉપર માર્ક ધરાવનાર ૪ વિદ્યાર્થીઓ વિશેષ સન્માનીત હતા.ACPC મેરીટ ૯૦ પી.આર અપ વિદ્યાર્થીઓ પણ ૧૨૫ જેટલા હતા. ફળદુ જુથ (૨૯૬ માર્કસ) મશરૂ કરણ (૨૪૧ મર્કસ),પાનસુરીયા રિતિક (૨૨૨માર્કસ) અને  ટોળીયા નિસર્ગ (૨૧૯ માર્કસ) મેળવી શકયો વિદ્યાર્થીઓમાંથી બે મોદી સ્કુલ્સના છે તેમનું પણ સન્માન કરાયું આ તમામ પ્રક્રિયામાં સોૈથી સુપરે ડો.મોદીનું વકતવ્ય હતું તેમણે સફળતા પ્રાપ્ત કરીકોલેજ જીવનમાં પ્રવેશતા વિદ્યાર્થીઓને નીતી વિષ્યક સલાહ આપી, માતાપીતાના સંસ્કારનું જતન કરવાની વાતકહી અને હવેની લાઇફમાં તકલીફ ઉભી કરી શકે તેવા બાહ્ય પરિબળોથી દુર રહેવાની સલાહ આપી સાથે સાથે વર્તમાનમાં ભણતા દ્યિાર્થીઓને જો તેઓ વ્યવસિથત કામ કરે તો ભવિષ્યમાં કેવી સફળતા મળે તેના ઉચ્ચ સ્વપ્ના પણ બતાવ્યા. વિદ્યાર્થીઓની બેટરી જાણે ચાર્જ થઇ ગઇ. કેટલાય વર્તમાન વિદ્યાર્થી મનોમન કેટલાક સારા નિશ્ચયો કરીને છુટા પડયા. તેવું સફળ વિદ્યાર્થીઓ અને ડો મોદી  અભારપૂર્વક કહ્યું

(4:59 pm IST)