Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

રૂ. ત્રણ લાખના ચેક રિટર્ન કેસમાં રાજકોટના ડોકટરને એક વર્ષની સજા ફટકારતી અદાલત

ચેક મુજબની રકમ ફરીયાદીને ચુકવવા આરોપીને કોર્ટનો આદેશ

રાજકોટ, તા. પ :  રાજકોટના નામાંકીત ડોકટર નિતિન અમૃતલાલ વાણીયાને ચેક રીટર્નની ફરીયાદમાં ૧-વર્ષની સજા તથા ચેકની રકમ જેટલી વળતરની રકમ ફરીયાદીને ચુકવવા અંગે રાજકોટ કોર્ટનો ચુકાદો આપ્યો હતો.

આ કામમાં ફરીયાદી દિશંત રમણીકલાલ માંકડીયા તથા આ કામનાં આરોપી નિતિન અમૃતલાલ વાણીયા વચ્ચે ઘણા સમયથી સારા મિત્રતાના સંબંધો આવેલ હતા. અને આ કામનાં આરોપીએ તેમની આર્થિક મુશ્કેલી વર્ણવી મિત્રતાર્નીાં સંબંધે ફરીયાદી પાસેથી તા. ૦૩-૦૪-૧પના રોજ રૂ. ૩,૦૦,૦૦૦ અંકે રૂપિયા ત્રણ લાખ પુરા હાથ ઉછીના તરીકે ર-મહિના માટે રોકડા આપેલ. જે ફરીયાદીએ રકમ પરત માંગતા આરોપીએ કોટક મહિન્દ્રા બેન્ક લી., યાજ્ઞિક રોડ, રાજકોટ સ્થિત બેન્કનો રકમ રૂ. ૩,૦૦,૦૦૦ પુરાનો ચેક નં. ૦૦૦૦૧૦ તા. ૦પ-૦૬-ર૦૧પનો ફરીયાદી જોગ ચેક લખી આપી રાજકોટ મધ્યે ફરીયાદીને લખી આપી સોંપી આપેલ છે.

સદરહું ચેકની વસુલાત મળવા આરોપીની સુચના મુજબ ફરીયાદીને ધી કો-ઓપ. બેન્ક ઓફ રાજકોટ લી., રાજકોટના બેન્ક ખાતામાં તા. ૦પ-૦૬-ર૦૧પ ના રોજ ચેક જમા કરાવતાં તા. ૦૯-૦૬-ર૦૧પ ના રોજ ફંડ ઇન્સ્ફ્રીશીયન્ટ ના શેરા સાથે વગર સ્વીકારાયેલ ચેક પરત કરેલ છે. જેથી ફરીયાદીએ એડવોકેટ મારફત તા. ર૦-૦૬-ર૦૧પ ના રોજ આરોપીને ડીમાન્ડ નોટીસ આપી, ચેક ડીસઓનરની જાણ કરી, ડીસઓનર થયેલ ચેકની રકમની ડીમાન્ડ કરેલ. ત્યારબાદ ફરીયાદીએ આરોપી સામે રાજકોટ કોર્ટમાં નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ અન્વયે ફોજદારી ફરીયાદ દાખલ કરેલ હતી.

ત્યારબાદ ફરીયાદીએ તેનો કેસ પુરવાર કરવા માટે આરોપીને આપેલ હાથઉછીની રકમ અને તે ચુકવવા આરોપીએ ફરીયાદીને ચેક આપેલ અને તે ચેક રીટર્ન થતા આરોપીને ડીમાન્ડ નોટીસ આપેલ., ફરીયાદી તેનું કાયદેસરનું લેણું, હાથઉછીની રકમ, ડીમાન્ડ નોટીસ વિગેરે પુરવાર કરવા કાનૂની કાર્યવાહી કરેલ પરંતુ ફરીયાદી તેનું કાયદેસરનું લેણું, હાથઉછીની રકમ, કાયદેસરની ડીમાન્ડ નોટીસ વિગરે ફરીયાદીએ પુરવાર કરવામાં કોર્ટમાં તેના એડવોકેટ મારફત વેધક દલીલો તથા એપેક્ષ કોર્ટનાં જજમેન્ટો રજુ કરેલ છે. અને તે બાબતે કોર્ટે મંતવ્ય આપેલ કે ફરીયાદી તેનો કેસ સાબીત કરવામાં સંપૂર્ણ રીતે સફળ થયેલ છે.

આ સામે આરોપીએ તેના બચાવમાં લેણુ, હાથ ઉછીની રકમ, ચેક ડીમાન્ડ નોટીસ, બજવણી વિગેરે બાબતે ચેલેન્જ કરેલ પરંતુ ફરીયાદીએ નામદાર કોર્ટના રેકર્ડ ઉપરના દસ્તાવેજો તથા ફરીયાદીની વિગતો વિગેરે તથા એપેક્ષ કોર્ટનાં જજમેન્ટો ઓથોરીટી વિગેરે રજૂ કરેલ અને નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ અન્વયે નાં ગુનામાં આરોપીને ૧-વર્ષની સજા તથા ચેકની રકમ જેટલું ફરીયાદીને વળતર ચુકવવાનો હુકમ કરેલ છે.

આ કામમાં ફરીયાદી દિશંત રમણીકલાલ માંકડીયા વતી રાજેશ એમ. ફળદુ ચિંતન સોજીત્રા એડવોકેટસ દરજ્જે રોકાયેલ છે. (૯.ર)

(4:58 pm IST)