Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ડોડીયા પરિવારના અકસ્માત કેસમાં સ્ટેટ કમિશનને આપેલ મહત્વનો ચુકાદો

મૃતક પરિવાર જનોના વારસોને વળતર ચુકવવા હુકમ

રાજકોટ તા.૫: પોલીસીની શરતોનાં ભંગ સંબંધે સ્ટેટ કમીશને મહત્વનો ચુકાદો આપ્યો હતો.

રાજકોટ ખાતે બોલેરો કારના અકસ્માતમાં બોલેરોના માલીક તથા સાથે મુસાફરી કરનાર તેઓના કુટુબીજનોને ગંભીર અકસ્માત થયેલ અને તે બનાવમાં ગુજરીજનારના વારસોને ઇફકો ટોકીયો વીમા કંપનીએ વળતર ચુકવવાનો ઇન્કાર કરેલ તેથી માલીક તથા અન્ય કુટુંબીજનોના વારસોએ રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ ફરીયાદ દાખેલ કરેલ.

આ ફરીયાદ જીલ્લા ફોરમ કમીશન દ્વારા રદ કરવાનો હુકમ થયેલ હતો તે હુકમ સામે તમામ અરજદારોએ ગુજરાત સ્ટેટ કમીશનમાં અપીલ દાલ કરેલ. જે અપીલની સુનાવણી દરમ્યાન તમામ અરજદારો વતી લેખીતમાં દલીલ તથા સુપ્રીમ કોર્ટ તથા નેશનલ કમીશનના ચુકાદોઓ રજુ કરીને પોલીસની શરતોના મુળભુત ભગ સંબંધે... છણાવટ ભરી રજુઆત કરેલ. ત્યારબાદ સ્ટેટ કમીશન દ્વારા જીલ્લા ફોરમનો હુકમ રદ કરીને ડોડીયા પરીવારના ગુજરનાર સભ્યોના વારસદારોની અપીલ માન્ય રાખીને માલીક સિવાયના પરીવાર જનોને દરેક પુરેપુરી રકમ રૂ.૧ લાખ મુળ અરજીની તારીખ ૯ ટકા વ્યાજ સાથે ચુકવી આપવાનો તથા માલીક કમ ડ્રાઇવર સ્વ.દીલીપના વારસોને ''નોન સ્ટાન્ડર્ડ'' આધારે પોલીસની ૭૫ ટકા રકમ મુળ અરજીની તારીખથી ૯ ટકા વ્યાજ સાથે ચુકવવાનો હુકમ ફરમાવેલ છે.

આ બનાવ આઠ વ્યકિતના મૃત્યુનિપજેલ જસદણના કમળાપુર પાસે બોલેરો-ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો.

આ કામમા તમામ અરદારો વતી એડવોકેટશ્રી અભય ભારદ્વાજ,જયદેવ શુકલ, યજુવેન્દ્રસીંહ જાડેજા, કપીલ શુકલ એડવોકેટ દરજજે રોકાયેલ હતા તેમજ અમદાવાદ ખાતે સ્ટેટ કમીશન સમક્ષ એડવોકેટશ્રી જયદેવ શુકલ તથા જયદવે રોકાયેલા હતા.(૧૭.૧૦)

(4:57 pm IST)