Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ફેસબુક ઉપર સંપર્ક કરી ખોટી રીતે ફસાવી દઇને

બળાત્કારના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપવાના ગુનામાં આરોપીની જામીન અરજી રદ

રાજકોટ તા.૫: ફેસબુક મારફતે સંપર્ક કરી આર્થિક લાભ મેળવવા અપહરણ, લુુટ અને માર મારવાના ગુન્હા સબબ પકડાયેલ આરોપીની જામીન અરજી સેસન્સ અદાલતે રદ કરી હતી.

આ કેસની હકીકત એવી છે કે ફરીયાદી  દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ ૩૮૮,૩૨૩,૩૬૪ (ક), ૫૦૪,૩૪,૩૯૫ તથા ૨૦૧ (અ) હેઠળ આરોપીઓ ગીતાબેન, ગૌસ્વામી, રસીલાબેન, કેતન ભીમજીયાણી, શૈલેષ સીપરીયા જાગૃતિબેન તથા કુલદિપસિંહ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી એવી હકીકતો જણાવેલ કે આ કામના તમામ આરોપીઓ દ્વારા પોતાના આર્થિક લાભ મેળવવા સમાન ઇરાદો પાર પાડવા માટે ફેસબુક મારફતે સંર્ક કરી બોલાવેલ અને ત્યારબાદ બળજબરીથી અપહરણ કરી પરાણે આરોપીને બળાત્કાર જેવા ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી ફરીયાદીના ખીસ્સામાથી આરોપીઓ દ્વારા રોકડ રૂ. ૮૦૦૦/- તથા  ર ચેકો તથા અસલ આધાર કાર્ડ તથા સોનાનુ પેન્ડલ પડાવી લઇ મુકતી માટે રૂ. ૧૦,૦૦,૦૦૦/- ની માંગણી કરી તમામ આરોપીઓએ ગાળો આપી મુઢ માર મારી ઇજા કરી ગુન્હો કર્યાની ફરીયાદ નોંધાવેલ હતી જે ગુનામાં આરોપી શૈલેષ સીપરીયાએ જામીન પર છુટવા અરજી કરી હતી.

બંને પક્ષકારોની દલીલ સાંભળ્યા બાદ અધિક સેસન્સ જજ દ્વારા ઠરાવેલ કે, હાલના અરજદાર આરોપી શરૂઆતથી જ ગુન્હામાં સંડોવાયેલ છે. આમ અરજદાર આરોપી ટોળકીનો એક જવાબદાર વ્યકિત છે અને તેણે આખા ગુન્હામાં મહત્વનો ભાગ ભજવેલ છ. આરોપી પાસેથી ૨૦૦૦/- લુટમાં ગયેલ રીકવર થયેલ છે તેમજ આરોપી અન્ય ગુન્હાઓમાં પણ સંડોવાયેલ હોય જેથી તેઓ પુરાવાનો નાશ કરી શકે તેમ છે અને સાહેદોને ધાક ધમકી આપી શકેલ છે તેમ તેવુ જણાય છે આમ આ કામે પેરેન્ટીના ગ્રાઉન્ડ ઉપર જામીન ઉપર મુકત કરવા માટે યોગ્ય કારણ જણાઇ આવતું નથી આથી અરજદાર આરોપી શૈલેષ સીપરીયાની જામીન નામંજુર કરવાનો હુકમ કરેલ છે.

આ કામમા સરકારે પક્ષે સરકારી વકીલ/એડીશનલ ગર્વમેન્ટ પ્લીડર શ્રી અનિલ એસ ગોગીયા રજુઆત કરેલ. (૧.૨૨)

(4:57 pm IST)