Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

આજી ડેમ, પ્રદ્યુમન પાર્ક સહિતના વિસ્તારના બગીચાની હાલત શું છે ? વિજયાબેન વાછાણીનું ચેકીંગ

કામગીરી ઝડપી પૂર્ણ કરવા બાગબગીચા સમિતિ ચેરમેન દ્વારા અધિકારીઓને તાકિદ

રાજકોટ, તા. ૫ :. શહેરના આજી ડેમ, પ્રદ્યુમન પાર્ક તથા ભગવતીપરા વિસ્તારના બગીચાઓની મુલાકાત બાગબગીચા સમિતિ ચેરમેન વિજયાબેન વાછાણી દ્વારા કરવામાં આવી હતી અને કામ ઝડપી પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી.

આ અંગે તંત્રની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ બાગબગીચા અને અને ઝૂ સમિતિ ચેરમેન વિજયાબેન વાછાણી, બાગ બગીચા અને ઝૂ સમિતિ તથા પૂર્વ ચેરમેનશ્રી દેવુબેન જાદવ, શહેર કારોબારી સભ્ય મનસુખભાઈ જાદવ, ડાયરેકટર પાર્ક અને ગાર્ડન ડાઙ્ખ. કે. ડી. હાપલીયા, ઈસ્ટ ઝોનના ગાર્ડન સુપરવાઇઝર એસ. વી. કણજારીયા, ઝૂ સુપ્રિટેન્ડેન્ટ ડો. હિરપરા શાખાના સ્ટાફ દ્વારા આજીડેમ વિસ્તારના વિવિધ બગીચાઓ પૈકી, હયાત બગીચાઓની મુલાકાત લીધી તેમજ નવા વિકાસ પામતા બગીચાની સ્થળ મુલાકાત લઇ બગીચા શાખાની બાકી રહેતી કામગીરીઓ તાત્કાલિક પૂર્ણ કરવા, આજી ડેમ વિસ્તારના હયાત બગીચાઓમાં જરૂરી સિવિલ કામ કરવા, તેમજ આજી ડેમ વિસ્તારના બાળક્રીડાંગણના ભાગેના રમત ગમતના સાધનો વપરાશ યોગ્ય સ્થિતિમાં રહે તે મુજબ કામગીરી કરવા સુચના આપેલ.

આ ઉપરાંત પદાધિકારીઓએ વોર્ડ નં.૦૪ મધુવન પાર્કમાં નિર્માણ પામી રહેલ નવા ગાર્ડનની મુલાકાત લીધેલ જેમાં બગીચા શાખા તથા બાંધકામ શાખા લગત કામગીરીઓ તાત્કાલિક પૂર્ણ કરવા અંગે સંબંધિત અધિકારીઓને સુચના કરાયેલ છે.

આ ઉપરાંત પ્રદ્યુમન પાર્કમાં જુદા જુદા ભાગોમાં ગાર્ડનિંગ, લેન્ડસ્કેપીંગ, રોટરીગાર્ડન વિગેરે બનાવવાની કામગીરીઓ હાલ ચાલુ છે. આ કામગીરીઓ જે તે પ્રાણીઓની રહેણાંકની ભૌગોલિક સ્થિતિને ધ્યાને રાખીને બનાવવામાં આવી રહી છે. પ્રદ્યુમન પાર્કમાં વિવિધ પ્રાણીઓ, પક્ષીઓ, અનેક જાતના પક્ષીઓ, સરીસૃપો વિગેરે સાથો સાથ ઇન્ટરપ્રિટેશન સેન્ટરની પણ મુલાકાત લીધેલ જેની બાકી રહેતી કામગીરી વહેલી તકે પૂર્ણ થવાથી ફરવા આવતા લોકોને સવિશેષ આનંદ   અને જ્ઞાન  આપી  શકાશે.

(4:57 pm IST)