Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

રૈયાધાર ખાતે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લેતા પદાધિકારીઓ

રાજકોટઃ રૈયાધાર ખાતે તાજેતરમાં કાર્યરત થયેલ એસ.બી.આર. ટેકનોલોજી આધારિત પ૬ એમ.એલ.ડી. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની પણ મુલાકાત લેવામાં આવેલ અને જરૂરી માહિતી મેળવવામાં આવેલ. રૈયાધાર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાતમાં ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, દંડક અજયભાઇ પરમાર, ડ્રેનેજ સમિતિ ચેરમેન જયોત્સનાબેન ટીલાળા, માધ્યમિક શિક્ષણ અને આનુષાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન અંજનાબેન મોરજરીયા, સીટી એન્જીનિયર ઘોણીયા, ડે. એન્જીનિયર સી.બી.મોરી, ઉપસ્થિત રહેલ તેમજ પ્લાન્ટની મુલાકાત લેવામાં આવેલ અને ચાલી રહેલ કામગીરી પ્રત્યક્ષ નિહાળી કામગીરી સંબંધિત જાણકારી માહિતી મેળવેલ અને સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સુચના આપેલ.

(4:57 pm IST)