News of Thursday, 5th July 2018

'મોતની સેલ્ફી': બાઇક ટ્રકમાં ઘુસતાં બે કુટુંબી ભાઇના મોત

કુવાડવાના હીરાસર પાસે ત્રણસવારીમાં જઇ રહેલા લજાઇ, તિથવાના ત્રણ કૌટુંબીક ભાઇઓને ચાલુ બાઇકમાં સેલ્ફી લેતી વખતે અકસ્માત નડ્યોઃ લજાઇના ગૌતમ મકવાણા (ઉ.૨૪), તેના કૌટુંબીક ભાઇ વાંકાનેરના તીથવાના મુકેશ ઉભડીયા (ઉ.૨૭)ના મોતઃ લજાઇના પ્રવિણ મકવાણાને ગંભીર ઇજાઃ ચોટીલા તરફ જતી વખતે બનાવઃ વણકર પરિવારોમાં શોકની કાલીમાઃ અકસ્માત એટલો ગંભીર હતો કે ગૌતમ ટ્રકમાં ચોંટી ગયો'તો!

રાજકોટ તા. ૫: કુવાડવાથી આગળ હીરાસરના પાટીયા નજીક સાંજે ત્રણ સવારીવાળુ બાઇક ટ્રક પાછળ ઘુસી જતાં લજાઇ, તિથવાના બે વણકર યુવાનના મોત નિપજ્યા હતાં. જ્યારે એકને ગંભીર ઇજા થઇ હતી. મૃતક અને ઘાયલ થયેલા ત્રણેય યુવાનો કૌટુંબીક ભાઇ થાય છે. ચાલુ બાઇક પર આ ત્રણેય યુવાનો સેલ્ફી લઇ રહ્યા હોઇ તે વખતે ચાલકે કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આ બનાવથી વણકર પરિવારોમાં કલ્પાંત સર્જાયો છે.

જાણવા મળ્યા મુજબ ટંકારાના લજાઇ ગામે રહેતો ગૌતમ દેવજીભાઇ મકવાણા (ઉ.૨૪), તેનો કૌટુંબીક ભાઇ પ્રવિણ લાલજીભાઇ મકવાણા (ઉ. ૨૨) તથા વાંકાનેરના તિથવા ગામે રહેતો ત્રીજો કૌટુંબીક ભાઇ મુકેશ લાલજીભાઇ ઉભડીયા (ઉ.૨૭) ગઇકાલે સાંજે એક બાઇકમાં ત્રણ સવારીમાં બેસી ચોટીલા તરફ જઇ રહ્યા હતાં ત્યારે હીરાસર નજીક બામણબોર તરફ આગળ જઇ રહેલા ટ્રક પાછળ ધડાકાભેર બાઇક ઘુસી જતાં ત્રણેયને ગંભીર ઇજા થઇ હતી. જેમાં એક યુવાન ટ્રક પાછળ ચોંટી ગયો હતો. બે યુવાન ગૌતમ અને મુકેશના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતાં. જ્યારે પ્રવિણને ૧૦૮ના કિશનભાઇ છાયા સહિતે રાજકોટ સારવાર માટે ખસેડ્યો હતો.

ઘટનાની જાણ થતાં કુવાડવાના પીએસઆઇ મોલીયા મેડમ, રાઇટર હેમતભાઇ તથા હમીરભાઇએ પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહોને કુવાડવા આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યા હતાં. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ બંને મૃતક અને ઇજાગ્રસ્ત એમ ત્રણેય કૌટુંબીક ભાઇ થાય છે. ત્રણેય યુવાન ચાલુ બાઇક પર સેલ્ફી લઇ રહ્યા હોઇ ત્યારે આ બનાવ બન્યો હતો. એક અન્ય બાઇક ચાલકે આ દ્રશ્ય નજરે જોયું હોઇ તેણે પોલીસને જાણ કરી હતી કે સેલ્ફી લેતી વખતે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક પર સવાર ગૌતમ ટ્રક પાછળ ચોંટી ગયો હતો. જોરદાર અવાજ થતાં ટ્રક ચાલક પણ ગભરાઇ ગયો હતો અને ટ્રક ઉભો રાખી દીધો હતો. બનાવને પગલે પરિવારોમાં કલ્પાંત સર્જાયો છે. (૧૪.૯)

(4:56 pm IST)
  • કોલકાતામાં એક કિલો યુરેનિયમ સાથે પાંચ લોકો ઝડપાયા :ત્રણ કરોડની કિંમતનું એક કિલો યુરેનિયમ ક્યાંથી લાવ્યા અને શું ઉપયોગ કરવાના હતા ?;પોલીસ દ્વારા સઘન તપાસ access_time 11:49 pm IST

  • યુપીના ગોરખપુર સહીત 12 જેલોમાં બનાવાશે ગૌશાળા: ગૌશાળાઓનાં નિર્માણ કરીને રખડતા ઢોરના સંરક્ષણની વ્યવસ્થા કરાશે : ડીજીપી અને ગૌશાળા પંચના અધિકારીઓની બેઠકમાં 12 જેલની પસંદગી: 12 જિલ્લાની યાદીમાં ગોરખપુર, આગરા, બારાબંકી, કન્નોજ, રાયબરેલી, બલરામપુર, સીતાપુર, સુલતાનપુર, કાનપુર દેહાત, ફિરોઝાબાદ અને મેરઠનો સમાવેશ access_time 12:59 am IST

  • અહીં ખુશ્બુ છે શરાબની મોદીજી ! કેટલાક દિવસો તો રહો ગુજરાતમાં !:ગાંધીનગરમાં હાર્દિક પટેલ,અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીએ ગાંધીનગરના દારૂની જનતા રેડ કરી :ડીએસપી ઓફિસથી 100 મીટર દૂર પકડ્યો દારૂ :અલ્પેશ ઠાકોરે કહ્યું ''યહાઁ ખુશ્બુ હૈ શરાબકી મોદીજી !! કુછ દિન તો ગુજારો ગુજરાતમેં ! access_time 11:48 pm IST