Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ભારે વરસાદમાં મુશ્કેલી સમયે કંટ્રોલરૂમનો સંપર્ક કરોઃ મેયર-સ્ટે.ચેરમેન

ઝાડ પડવા, પાણી ભરાવા સહિતની ફરિયાદ માટે ફોન નંબર જાહેર કરતા બિનાબેન તથા ઉદયકાનગડ

રાજકોટ, તા.૫: ચોમાસાની ઋતુ દરમ્યાન મોનસુન પ્લાન કરવામાં આવે છે. ચોમાસા પહેલા શહેરના વરસાદી પાણીના ડ્રેનેજના મેઈન હોલ લાઈન સફાઈની ઉપરાંત શહેરના વોંકળા સફાઈની કામગીરી કરવામાં આવેલ છે. ભારે ચોમાસામાં ઝાડ પડવા, પાઠશાળા સહિતની ફરિયાદ માટે કંટ્રોલ રૂમનો સંપક કરવા મેયર બીનાબેન તથા સ્ટે. ચેરમેન ઉદયભાઇ કાનગડની યાદીમાં જણાવ્યું છે.

આ અંગે  મેયર તથા રહે. ચેરમેનએ જણાવ્યું હતું કે વરસાદ પડવાના સમયે જે-જે વિસ્તારમાં પાણી ભરવાના, ઝાડ પડવાના કે નીચાણવાળા તેમજ નદીકાંઠાના વિસ્તારમાં પાણી ફરી વળે ત્યારે તે વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવાનું, બચાવ વિગેરે માટે આયોજન કરવામાં આવેલ છે.

શહેરમાં વરસાદ પડે ત્યારે ઝોન કચેરીમાં વોર્ડ ઓફીસ, સિટી એન્જીનીયર, આસી.એન્જીનીયર, તેમજ ઝોનલ કોન્ટ્રાકટના મજુરો, જરૂરી મશીનરીઓ વિગેરે સાથે કામગીરી કરશે. આ ઉપરાંત ફાયર બ્રિગેડ વિભાગ હસ્તક પણ જયાં કોઈ ફરિયાદ મળે તેના નિકાલ માટેનું પણ આયોજન કરવામાં આવેલ છે. વરસાદના સમયે જે વિસ્તારમાં કોઈ મુશ્કેલી ઉભી થાય ત્યારે  જણાવેલ કંટ્રોલરૂમ માં સંપર્ક જણાવ્યું છે જેમાં મુખ્ય કંટ્રોલરૂમ જયુબેલી બાગ ખાતે ફોન નં- (૨૨૨ ૫૭૦૭,)(૨૨૨ ૮૭૪૧) સિટી એન્જીનીયર - ૯૭૧૪૫ ૦૩૭૦૯ ડેપ્યુટી એન્જીનીયર શ્રી વાસ્તવ ફોન નં- ૯૬૨૪૭ ૦૦૫૨૨ વેસ્ટ ઝોન પાણીનો ટાંકો ૧૫૦ ફુટ રીંગ રોડ ફોન નં- ૨૫૭૪૭૦૪ સિટી એન્જીનીયર, ફોન નં-૯૬૨૪૭ ૧૧૪૦૦ તથા ઇસ્ટ ઝોન બેડીપરા ફાયર સ્ટેશન ફોન નં- ૨૩૮૭૦૦૧ સિટી એન્જીનીયર ફોન નં-૯૭૧૪૫ ૦૩૭૧૯ ઉપર સંપર્ક કરવા મેયરની સતાવાર યાદી જણાવ્યાયું છે.

 ઝાડ પડી ગયા માટે

   સેન્ટ્રલ ઝોન - ૯૭૨૩૪ ૫૮૩૮૮ઈસ્ટ ઝોન - ૯૬૨૪૦ ૪૦૧૦૦ – ૯૭૧૪૬ ૫૫૪૪૨ વેસ્ટઝોન-  ૯૬૨૪૭ ૮૮૨૨૯ – ૯૭૧૩૪ ૫૪૯૧૬

ફાયર બ્રિગેડ વિભાગ

મુખ્ય ફાયર સ્ટેશન કનક રોડ, ૧૦૧-૧૦૨, ૨૨૨૭૨૨૨, ૨૨૩૬૧૮૩, ૨૨૩૭૧૮૪ ચીફ ફાયર ઓફિસર - ૯૭૧૪૫ ૦૩૭૧૫ કાલાવડ રોડ ફાયર સ્ટેશન - ૨૫૮૫૭૭૧ બેડી પરા ફાયર સ્ટેશન - ૨૩૮૭૦૦૧ કોઠારીયા રોડ ફાયર સ્ટેશન - ૨૩૬૫૪૪૪ મવડી ફાયર સ્ટેશન - ૨૩૭૪૭૭૪ રામાપીર ફાયર ચોકડી - ૨૫૭૪૭૭૩ રેલનગર ફાયર સ્ટેશન - ૨૪૫૧૧૦૧       

વરસાદના સમયે પદાધિકારીઓ કોર્પોરેટરશ્રીઓ પણ પોતે પોતાના વિસ્તારમાં ફરિયાદના નિકાલ માટે કાર્યરત રહેશે. તેમજ શહેરની સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક સંસ્થાઓનો પણ દર વર્ષે સહકાર મળે છે તે જ રીતે ચાલુ વર્ષે પણ તમામ સંસ્થાઓનો સહયોગ મળતો રહેશે તેમ અંતમાં મેયરશ્રીએ જણાવેલ.(૨૨.૧૨)

(4:53 pm IST)