Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

પેલેસ રોડ, જયોતિનગર, નિર્મલા કોન્વેન્ટ રોડ વિસ્તારમાં ૨૦ રેકડીઓમાંથી ૧૬૨ કિલો અખાદ્ય ખોરાકનો નાશ-નોટીસ

રાજકોટ : મ્યુનિ. કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા શહેરના પેલેસરોડ, જયોતિનગર, નિર્મલા કોન્વેન્ટ રોડ સહિતના વિસ્તારોમાં ખાણી-પીણીની ૩૨ રેકડીઓમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમ્યાન ૨૦ રેકડીધારકોને ત્યાંથી ૧૬૨ કિલો વાસી અખાદ્ય ખોરાકનો નાશ કરી તમામને નોટીસ પાઠવવામાં આવી છે. આ કામગીરી ડો. પી.પી. રાઠોડ, ડેઝીગ્નેટેડ ઓફિસર એ.એન. પંચાલની સુચના મુજબ એફએસઓશ્રી સી.ડી. વાઘેલા આર.આર. પરમાર, કે.જે. સરવૈયા, એચ.જી. મોલીયા સહિતના સ્ટાફ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ખાદ્યચીજની વસ્તુની રેકડીની ચકાસણી કરવામાં આવેલ હતી. (૧.૨૪)

(4:52 pm IST)