Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

પાંચ દિવસ પહેલા બાથરૂમમાં ઝેર પી લેનાર શાપરની અરૂણાબેનનું મોત

ચમાર પરિણીતાના મોતથી ત્રણ પુત્ર મા વિહોણા થતાં અરેરાટી

રાજકોટ તા. ૫: શાપર વેરાવળ રહેતી ચમાર પરિણીતાએ પાંચ દિવસ પહેલા બાથરૂમમાં જઇ ઝેરી દવા પી લીધી હતી. તેનું આજે મોત નિપજતાં ત્રણ સંતાન મા વિહોણા થઇ ગયા છે.

શાપરના શિવનગર-૨માં રહેતી અરૂણાબેન સંજયભાઇ દાફડા (ઉ.૩૦)એ તા. ૩૦ના રોજ બાથરૂમમાં જઇ ઝેરી દવા પી લેતાં પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં તા. ૧ના રોજ રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી. આજે સવારે તેણીનું મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર અરૂણાબેનને સંતાનમાં ત્રણ પુત્ર છે. પતિ છુટક મજૂરી કરે છે. તેણીના માવતર સાવરકુંડલાના મેસરીયા ગામે રહે છે. ઝેરી દવા ભુલથી પી લીધાનું તેના સગાએ પ્રાથમિક પુછતાછમાં જણાવ્યું હોઇ શાપર પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:56 pm IST)