Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

કાલે રાજકોટમાં પશુ-પક્ષીઓના નિઃશુલ્ક મેગા સર્વરોગ નિદાન સારવાર અને રસીકરણ કેમ્પ

અંજલીબેન રૂપાણી હસ્તે ઉદ્ધઘાટિત કેમ્પમાં કલેકટર રાહુલ ગુપ્તા અધ્ય્ક્ષસ્થાને :મેયર બીનાબેન આચાર્ય સહિતના મહાનુભાવો રહેશે ઉપસ્થિત

 

રાજકોટ :વર્લ્ડ ઝુનોસીસ ડે નિમિતે કાલે 5મીએ એનિમલ હેલ્પલાઇન અને જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયતના પશુપાલનના સહકારથી પશુ પક્ષીઓ માટે નિઃશુલ્ક મેગા સર્વરોગ નિદાન સારવાર અને રસીકરણ કેમ્પનું સદર પશુ દવાખાના,ફૂલ;છાબ ચોક ખાતે આયોજન થયેલ છે

  તા;5ને ગુરુવારે સવારે 8-30થી 12-30 દરમિયાન યોજાનાર કેમ્પનું શ્રીમતી અંજલીબેન રૂપાણીના હસ્તે ઉદ્ધઘાટન કરશે કેમ્પના  અધ્ય્ક્ષસ્થાને કલેકટર રાહુલ ગુપ્તા અને મુખ્ય મહેમાન પદે મેયર બીનાબેન આચાર્ય ઉપસ્થિત રહેશે

  પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ,ડે ,મેયર અશ્વિનભાઈ મોલીયા,એડિશનલ કલેકટર હર્ષદભાઈ વોરા ઉપસ્થિત રહેશે કેમ્પ માટે ચન્દ્રકાન્ત શેઠ,ડો,માધવ દવે,શૈલેષભાઇ જાની ,દેવાંગભાઈ માંકડ,મયુરભાઈ શાહ,ચંદ્રેશભાઇ પટેલ,ઈશ્વરભાઈ દોશી,દિવ્યેશભાઈ લુંભાણી ,નિલેશભાઈ દોશી,જાયેશભાઈ ઉપાધ્યાય,કેતનભાઈ બોરીસાગર,રાહુલભાઈ ખિંવસરાનો વિશેષ સહયોગ સાંપડ્યો છે

  કેમ્પનું મિત્તલ ખેતાણી,પ્રતીક સંઘાણી,રમેશભાઈ ઠક્કર,ઘનશ્યામભાઈ ઠક્કર,એડવોકેટ કમલેશભાઈ શાહ,રજનીભાઇ પટેલ,ધીરેન્દ્ર કાનાબાર અને વિષ્ણુભાઈ ભરાડ દ્વારા સેવાકીય આયોજન કર્યું છે  

  કેમ્પ માટે ડો,બી,જે,વઘાસીયા અને ડો,એનએ,જાકાસાણીયાનું તાંત્રિક માર્ગદર્શન મળ્યું છે વિશેષ માહિતી માટે મિત્તલ ખેતાણી (મોં,98242 19999 ) અથવા પ્રતીક સંઘાણી (,.99980 30930 )નો સંપર્ક સાધીશકાય છે

(12:17 am IST)