Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

સોમવારે રાજકોટમાં મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે કરોડોના વિકાસ કામોનું ઓનલાઈન લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ડ્રો

મનપાના રૂ.૩૪૦.૩૦ લાખના વિકાસ કાર્યોના લોકાર્પણ તથા રૂ.૩૪૨૮.૭૦ લાખના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ.૧૧૮૦૦ લાખના ખર્ચે નિર્માણાધીન લાઈટ હાઉસ પ્રોજેક્ટના ૧૧૪૪ આવાસોનો ડ્રો: રીવરબ્રિજનું ખાતમુહૂર્ત

રાજકોટ મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે તા.7ને સોમવારે સવારે ૯:૩૦ કલાકે પૂ. શ્રી પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે યોજાનાર કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને આવાસોનો ડ્રો થશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના રૂ.૩૪૦.૩૦ લાખના વિકાસ કાર્યોના લોકાર્પણ તથા રૂ.૩૪૨૮.૭૦ લાખના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ.૧૧૮૦૦ લાખના ખર્ચે નિર્માણાધીન લાઈટ હાઉસ પ્રોજેક્ટના ૧૧૪૪ આવાસોનો ડ્રો થશે.

આ ઉપરાંત, રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના વિવિધ વિકાસ કાર્યોમાં રૂ.૪૩૨ લાખના ખર્ચે એઈમ્સને જોડતા ૩૦ મી.

૪-લેન રોડ અને આ રોડ પર રૂ.૪૮૬ લાખના ખર્ચે તૈયાર થનાર રીવરબ્રિજનું ખાતમુહૂર્ત યોજાશે. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ.૬૭૬૩ લાખના ખર્ચે નિર્માણ પામી રહેલ EWS-1, EWS-2, LIG અને MIG કેટેગરીના કુલ ૬૧૪ આવાસોનો ડ્રો કરવામાં આવશે.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા તેમજ કોર્પોરેટરશ્રીઓ તથા સંગઠનના હોદેદારઓ વિગેરે ઉપસ્થિત રહેશે.

યારી ડેમ વાગુદડના રસ્તે બગીચા બાલક્રિડાંગણ૧૯૦.૦૦લાખ,બગીચો – વોર્ડ નં.૩, મહર્ષિ અરવિંદ ટાઉનશીપની સામે૫૬.૦૦લાખ,
કે.કે.વી. ચોક ખાતે નવું બી.આર.ટી.એસ. બસ શેલ્ટર૪૬.૩૦લાખ,વોર્ડ નં.૩ સાધુવાસવાણી કુંજ રોડ પર બગીચો અને બાલક્રિડાંગણ૨૮.૦૦લાખ,ગોંડલ ચોક ખાતે બી.આર.ટી.એસ. બસ શેલ્ટર૨૦.૦૦ મળીને કુલ૩૪૦.૩૦લાખના ખર્ચે લોકાર્પણ કરવામાં આવશે.

રાજકોટ સ્માર્ટ સિટી મિશન અંતર્ગત રૈયાધાર ખાતે ૮ એમ.એલ.ડી. ક્ષમતાનો ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ૧૭૪૫.૦૦લાખ,વોર્ડ નં. ૧૨પુનીતનગર ૨૪ મીટર ડી. પી. રોડનું રીડેવલપમેન્ટરૂ૫૦૩.૦૦લાખ,વોર્ડ નં.૯ રૈયા મુક્તિધામ ખાતે ઈલેક્ટ્રીક અને ગેસ આધારીત ક્રીમેશ ફર્નેશ સીસ્ટમરૂ૪૦૭.૦૦લાખ,વોર્ડ નં.૩ પરસાણાનગર વોકળા પર આર.સી.સી. બોક્ષ કલવર્ટરૂ૩૬૫.૦૦લાખ,વોર્ડ નં.૧૪ ગુરૂકુળ પમ્પીંગ સ્ટેશન ખાતે ક્વોલીટી કંટ્રોલ સેલ માટે નવી લેબોરેટરીરૂ૮૦.૮૦લાખ,વોર્ડ નં.૪ વિનાયક ફ્લેટથી જય નંદનવન સોસાયટી સુધી ૩૦૦ મી.મી. ડી.આઈ. પાઇપલાઇનરૂ૭૦.૦૦લાખ,વોર્ડ નં.૧૮ સાંઇબાબા સર્કલથી માલધારી ફાટક અને ગુલાબનગર રોડ સુધી વરસાદી પાણીની લાઈન,રૂ૫૮.૦૦લાખ,વોર્ડ નં.૧૭ સહકાર મેઇન રોડ પર નવી વોર્ડ ઓફિસ રૂ૪૯.૯૦લાખ,વોર્ડ નં.૧૮ નારાયણનગર ઈ.એસ.આર.થી ભગતસિંહજી સોસાયટી સુધી વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇનરૂ૪૪.૦૦લાખ,વોર્ડ નં.૧૧માં અંબિકાટાઉનશીપ, આર્યશ્રી તથા ૧૫૦ ફૂટ રીંગ રોડ લાગુ ભૂગર્ભ ગટર લાઈન નેટવર્ક બદલવાનું કામ રૂ૩૯.૦૦લાખ,વોર્ડ નં.૧૧નહેરૂનગર પ્રાઈવેટ શેરી નં.૫ થી ૧૫૦ ફૂટ રીંગ રોડ સુધી સ્ટ્રોમ વોટર પાઈપ લાઈનરૂ૨૯.૦૦લાખ,વોર્ડ નં.૧ માં રૈયાધાર સ્લમક્વાટર પાછળ વિકસિત વિસ્તારો માટે ૩૦૦ એમ.એમ., ૧૫૦ એમ.એમ. તથા ૧૦૦ એમ.એમ. ડી.આઈ. પાઈપ લાઈનરૂ૨૫.૦૦લાખ,વોર્ડ નં.૧ આલાપ ગ્રીન સીટી પાસે ૩૦૦ એમ.એમ. તથા ૨૦૦ એમ.એમ. ડાયા ડી.આઇ. પાઇપલાઇન
૧૩.૦૦ લાખમળીને કુલરૂ.૩૪૨૮.૭૦ ના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાઈટ હાઉસ પ્રોજેક્ટના EWS – 2 પ્રકારના ૧૧૪૪ આવાસોનો ડ્રોરૂ.૧૧૮૦૦ લાખ ના ડ્રો કરવામાં આવશે

કન્સ્ટ્રકશન ઓફ ૪ – લેન રોડ ફ્રોમ ખંઢેરી રેલ્વે સ્ટેશન એન્ડ પરાપીપળીયા રોડ ટુ કનેકટીંગ એઇમ્સ હોસ્પિટલ ૩૦.૦૦ મી. ડી.પી. રોડ
૪૩૨.૦૦ લાખ,કન્સ્ટ્રકશન ઓફ રીવર બ્રીજ એટ ૩૦.૦૦ મી. ડી.પી. રોડ ફ્રોમ ખંઢેરી રેલ્વે સ્ટેશન એન્ડ પરાપીપળીયા રોડ ટુ કનેકટીંગ એઈમ્સ હોસ્પિટલ એટ ચે. ૪૨૧ ઈન રૂડા એરિયારૂ.૪૮૬.૦૦ લાખ મળીને કુલરૂ.૯૧૮ લાખના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે.
EWS - 1 ના ૧૨૯, EWS – 2 ના ૩૨૭, LIG ના ૧૦૩, MIG ના ૫૫ કુલ ૬૧૪ આવાસોનો ડ્રો રૂ.૬૭૬૩.૦૦ લાખના ડ્રો કરવામાં આવશે.

(12:34 am IST)