Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

સૌરાષ્ટ્ર-કચ્છ માટે ગૌરવની બાબત

ટેક્ષ અંગેની મહત્વની સમિતિમાં વી.પી.ની નિમણુંક

રાજકોટ તા. પ : તાજેતરમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેકટ ટેક્ષ એન્ડ કસ્ટમ્સની ઝોનલ લેવલ ગ્રિવન્સ રેડ્રેસલ કમિટિ-અમદાવાદ CGST ઝોનમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી વી.પી.વૈષ્ણવની નિમણુંક કરવામાં આવેલ છે. જે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ માટે ગૌરવની બાબત ગણાય. રાજકોટ ચેમ્બરના તમામ સભ્યોને જણાવવામાં આવે છે કે CGST ને લગતા કોઇપણ પ્રશ્નો હોય તો તે રાજકોટ ચેમ્બર ઓફિસ, સેન્ટર પોઇન્ટ, કરણસિંહજી મેઇન રોડ, રાજકોટ તથા ઇ-મેઇલ rajkotchamber@yahoo.co.in. પર મોકલાવી આપવા ખાસ અનુરોધ કરવામાં આવે છે જેથી તેની ઉચ્ચસ્તરીયે રજુઆત કરી યોગ્ય નિરાકરણ લાવી શકાય. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(4:05 pm IST)