Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

બ્રીજ-રામવન સહીતનાં પ્રોજેકટની પદાધિકારીઓને જવાબદારી સોંપાઇ

રાજકોટ, તા., ૫: શહેરમાં હવે કોરોના સંક્રમણ ઘટવા લાગ્યું છે ત્યારે મનપાનું તંત્ર હવે લોકોને પ્રાથમીક સુવિધાઓ  આપવાની મુળ કામગીરી સાથોસાથ શહેરમાં શ્રીજી રામવન, વોટ ટ્રિટમેન્ટ પ્લાન્ટ તથા સીસી રોડ સહીતની વિવિધ યોજનાની કામગીરી ઝડપી બનાવવા મેયર, ડે. મેયર, નેતા તથા દંડક વગેરે પદાધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જયારે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન તમામ પ્રોજેકટનું સંકલન સંભાળશે.

આ અંગેની પ્રાપ્ત માહીતી મુજબ શહેરમાં વિવિધ વિસ્તારમાં નિર્માણ થઇ રહેલ.પાંચ  બ્રીજ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, આજી ડેમ ખાતે બનનાર રામવન તથા વોર્ડ નં. ૧૧, ૧રનાં વિસ્તારના સી.સી.રોડ સહિતના કામો ઝડપી પુર્ણ થાય તે માટે મેયર પ્રદિપ ડવ, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, શાસક નેતા વિનુભાઇ ધવા તથા દંડક સુરેન્દ્રસિંહ વાળાને જવાબદારી સોંપવામાં આવી છે. આ તમામ પદાધિકારીઓએ ઉપરોકત ૯ પ્રોજેકટની કામગીરીનું નિરીક્ષણ અને સમયસર પુર્ણ થાય તે જોવાનું રહેશે.

કોને કયાં - કયાં પ્રોજેકટની જવાબદારી સોંપાઇ

જડુઝ ચોકડી બ્રીજ- વિનુભાઇ ધવા, નાના મૈવા બ્રીજ -સુરેન્દ્રસિંહ વાળા, રામાપીર ચોકડી બ્રીજ-ડો. દર્શિતાબેન, કે.કે.વી. ચોક બ્રીજ- પ્રદીપ ડવ, હોસ્પીટલ ચોક બ્રીજ-પ્રદિપ ડવ, જેટકો ચોકડી ડબલ્યુ. ટી. પી. - સુરેન્દ્રસિંહ વાળા, રૈયાધાર ડબલ્યુ. ટી. પી. - ડો. દર્શિતાબેન, રામ વન, આજી ડેમ - પ્રદિપ ડવ, વોર્ડ નં. ૧૧, ૧ર, સી. સી. રોડ- વિનુભાઇ ધવા વગેરેને જવાબદારી સોંપાઇ છે. જયારે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલ તમામ પ્રોજેકટનું સંકલન સંભાળશે.

(3:58 pm IST)