Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

હાલ મારા ભેગો...આશિષે ના પાડતાં સંજયએ પક્કડથી ફટકાર્યો

થાનનો બનાવઃ યુવાનને રાજકોટ સારવાર માટે ખસેડાયો

રાજકોટ તા. ૪: થાનગઢમાં તેર નાળા પાસે રહેતો અને હેલ્પર તરીકે મજૂરી કામ કરતાં આશિષ મહેશભાઇ રાઠોડ (ઉ.વ.૨૨)ને સાંજે ઘર નજીક ફાટક પાસે હતો ત્યારે સંજયએ ઝઘડો કરી પક્કડથી માર મારતાં થાન સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રણછોડભાઇ સાંબડ અને સંજયભાઇએ થાન પોલીસને જાણ કરી હતી.

આશિષના સગા હર્ષાબેનના કહેવા મુજબ આશિષ ઘર પાસે હતો ત્યારે સંજયએ 'હાલ મારા ભેગો' એમ કહેતાં આશિષે સાથે જવાની ના પાડતાં તેણે ઉશ્કેરાઇ જઇ હુમલો કર્યો હતો.

(12:05 pm IST)